પુલવામાનાં વધુ એક શહીદ પરિવારને રૂ. 2.40 લાખની સહાય પહોંચાડતા મોરબીના યુવાનો

- text


મોરબી : ગત વર્ષે જમ્મુ કાશ્મીરના પુલવામાં આતંકી હુમલામાં સીઆરપીએફના જવાનોએ શહીદી વહોરી હતી. શહિદોના પરિવારો માટે દેશભરમાંથી ગૌરવ અને સન્માનની લાગણી સાથે સહાયનો ધોધ વરસ્યો હતો. દેશ ભક્ત નાગરિકો, સામાજિક સંસ્થાઓ, એનજીઓ, ઉધોગકારો સહિતના લોકોએ શહીદોના પરિવારને આર્થિક મદદ કરી હતી. જેના ભાગ રૂપે મોરબીમાંથી પણ ઉધોગકારો સહાય માટે આગળ આવ્યા હતા.

મોરબીના યુવા ઉધોગપતિ અજય લોરીયા અને તેમના મિત્ર વર્તુળ દ્વારા ગામડે ગામડે જઈને તેમજ લોક ડાયરા જેવા કાર્યક્રમો યોજીને સહાય રાશિ એકત્રિત કરવામાં આવી રહી છે. જે રાશિ જે-તે રાજ્યના શહીદના પરિજનોને રૂબરૂ જઈને સન્માન પૂર્વક અર્પણ કરાઈ રહી છે.

- text

અત્યાર સુધીમાં 58 લાખની ધન રાશિનું અનુદાન કરાયા બાદ હાલ દક્ષિણના રાજ્યોમાં લોરીયા અને તેમની ટીમના સદસ્યો શહીદોના પરિવારને સહાય રાશી આપવા પહોંચ્યા છે. જેમાં કર્ણાટકના મંડ્યા જિલ્લાના ગુડીગેરે ગામ પહોંચી શહીદ એચ.ગુરુના માતાને 2.40 લાખ રૂપિયાની રોકડ ધનરાશી અર્પણ કરી હતી. અહીંથી અજય લોરીયા અને તેની ટીમ કેરળના શહીદ પરિવારને રોકડ સહાય રાશી અર્પણ કરવા જવા નીકળી ચુકી છે.

- text