મોરબીના ગોર ખીજડિયા ગામ આસપાસ દીપડો નહિ પણ જરખ હોવાની શકયતા

- text


દીપડો દેખાયાની ચર્ચાને પગલે ફોરેસ્ટર વિભાગની તપાસમાં જરખના નિશાન મળ્યા

મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર ત્રીમંદિર આજુબાજુ ગોર ખીજડિયા ગામ આસપાસ દીપડો દેખાયો હોવાની ચર્ચા ઉઠ્યા બાદ વન વિભાગ હરકતમાં આવ્યું હતું અને વન વિભાગે સઘન તપાસ હાથ ધરી છે. વન વિભાગની તપાસમાં દીપડો નહી પણ જરખ હોવાની શક્યતા દર્શાવાઇ રહી છે. જેમાં દીપડાના નહીં પણ જરખના નિશાન મળતા વન વિભાગે તપાસ જારી રાખી છે.

મોરબીના નવલખી રોડ ઉપર ત્રીમંદિર આજુબાજુ ગોર ખીજડિયા ગામ પાસે ગઈકાલે દીપડો દેખાયો હોવાની ચર્ચા ઉઠ્યા બાદ ખરેખર દીપડો છે કે અન્ય કોઈ જંગલી પ્રાણી છે તે અંગે ફોરેસ્ટર વિભાગે ગઈકાલથી તપાસ હાથ ધરી હતી. મોરબી ફોરેસ્ટર વિભાગના એમ.જી.દેત્રોજાએ જણાવ્યું હતું કે ગઈરાત્રે આ વિસ્તારમાં તપાસ કરી હતી. પણ દીપડોના કોઈ સગડ મળ્યા ન હતા. જો કે નિશાન મળ્યા હતા પણ ક્યાં પ્રાણીના નિશાન છે એ સ્પષ્ટ થતું ન હતું.

- text

દરમિયાન આજે સવારે ફરીથી વન વિભાગ દ્વારા ખેતરોમાં સઘન તપાસ કરવામાં આવી હતી. જેમાં દીપડો નહીં પણ જરખ હોવાની શક્યતા દર્શાવી છે. જો કે જરખ પ્રાણીના પગના નિશાન પણ મળ્યા છે. એટલે દીપડો નહિ પણ જરખ હોવાની પૂરેપૂરી સંભાવના છે. આથી, આ પ્રાણીની શોધખોળ હાથ ધરી છે.

- text