ટંકારા : સ્વામી દયાનંદ સરસ્વતીના બોધોત્સવ પૂર્વે સામવેદ યજ્ઞનો પ્રારંભ

- text


સામવેદ યજ્ઞની મહા શિવરાત્રીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે આહુતિ આપી પુર્ણાહુતી કરાશે

ટંકારા : ટંકારા ખાતે સ્વામી દયાનંદ સરસ્વતીના બોધોત્સવ પ્રસંગ પૂર્વે આજથી સામવેદ યજ્ઞનો દિવ્ય આધ્યાત્મિક વાતાવરણમાં પ્રારંભ થયો છે. આ સામવેદ યજ્ઞનો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે મહા શિવરાત્રીએ આહુતિ આપીને પુર્ણાહુતી કરવામાં આવશે.

ટંકારામાં ઋષિ બોધોત્સવમા રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે. દેશ દુનિયામાથી આર્ય સમાજી ઋષિની પાવન જન્મ ભોમકાને સતસત વંદન કરી ધન્યતા અનુભવશે. હાલમાં આ બોધોત્સવની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ટંકારાના મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે આ વર્ષે પણ શિવરાત્રીએ મુળશંકરની જ્ઞાનરાત્રી એટલે ઋષિ બોધોત્સવ તરીકે ઉજવાય છે. જેનુ આયોજન આગામી તા. 20, 21 અને 22 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત આગામી 21 ને શિવરાત્રીએ ગુજરાતના મહામહીમ રાજ્યપાલ દેવવ્રતજી અને મુખ્યમંત્રી વિજયભાઈ હાજરી આપશે. સાથે MDH મસાલાના માલીક પદ્મભૂષણ ધર્મપાલજી પણ વિશેષ મહેમાન તરીકે હાજર રહશે.

- text

ત્યારે આ બૌધ્ધત્સવ પૂર્વે સામવેદ યજ્ઞનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. ધામધૂમથી શરૂ થયેલા આ યજ્ઞ શિવરાત્રીએ પૂર્ણ થશે. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે શિવરાત્રીએ આહુતિ આપીને આ યજ્ઞની પુર્ણાહુતી કરાશે. આ સામવેદ યજ્ઞ આચાર્ય રામદેવ શાસ્ત્રીના અધ્યક્ષ સ્થાને છ દિવસ સુધી ચાલશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજયપાલ આર્યસમાજ ની વિચારધારા સાથે સંકળાયેલા છે અને આ અગાઉ પણ ટંકારા પધરામણી કરી ચુક્યા છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારી હાથ ધરી છે.

- text