મોરબી : ઇલેક્ટ્રિક વાયરોની ચોરીઓના ગુનાઓમાં 11 વર્ષથી નાસતો આરોપી પકડાયો

- text


મોરબી : મોરબી જિલ્લાના હળવદ તથા સુરેન્દ્રનગર જિલ્લાના દશાડા તથા પાટડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ GEBના ઇલેક્ટ્રિક વાયરોની ચોરીઓના અલગ-અલગ ચાર ગુનાઓમાં 11 વર્ષથી નાસતા-ફરતા આરોપીને મોરબી LCB (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) / પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો.

- text

ગઈકાલે તા. 16 ફેબ્રુઆરીના રોજ હળવદ, દશાડા તથા પાટડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ GEBના ઇલેક્ટ્રિક વાયરોની ચોરીઓના અલગ-અલગ ચાર ગુનાઓમાં 11 વર્ષથી નાસતા-ફરતા આરોપી ગોપાલ ઉર્ફે ટીના ગણપતભાઈ વણઝારા (રહે. ખિલોડી ગામ, તલાવડી પાસે, તા. ઘોઘંબા, જી. પંચમહાલ, પો. સ્ટે. દામવાવ)ને મોરબી LCB / પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા ખિલોડી ગામેથી હળવદ પોલીસ સ્ટેશન લાવી અટક કરવામાં આવી હતી. તેમજ આગની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ હતો.

- text