માધાપરવાડી કન્યા શાળામાં પુસ્તક વાચક સ્પર્ધા યોજાઈ

- text


મોરબી : તાજેતરમાં નેશનલ અચિવમેન્ટ સર્વેમાં એવું તારણ આવ્યું કે જે વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે ઈતર વાંચન કરતા હોય, પુસ્તકાલયના પુસ્તકોના વાંચનનો મહાવરો ધરાવે છે, તે વિદ્યાર્થીઓનું શિક્ષણ સ્તર ઉચ્ચ હોય છે. આથી, વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સઁદર્ભ સાહિત્ય, શાળા પુસ્તકાલયના પુસ્તકો, વર્તમાનપત્રો, સામયિકો વગેરે સમજપૂર્વક વાંચે, અર્થગ્રહણયુક્ત વાચન કૌશલ્ય કેળવાય એ માટે સરકારના આદેશ અન્વયે માધાપરવાડી કન્યા શાળામાં પુસ્તક વાચકે સ્પર્ધાનું આયોજન કરવામા આવેલ હતું.

જેમાં દસ દિવસ અગાઉ ધો. 6 થી 8 ની 126 વિદ્યાર્થીનીઓએ શાળા પુસ્તકાલયના એક-એક પુસ્તકો વાંચવા માટે લઈ ગયા ત્યારબાદ વર્ગ કક્ષાએ વાચક સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ધો. 6માં કંઝારીયા ક્રિષ્ના મુકેશભાઈએ લવ-કુશના પરાક્રમો પુસ્તકનો સારાંશ સાથે પ્રથમ નંબર, હડિયલ લક્ષ્મી અવચરભાઈ સસલાનો ખિતાબનો સારાંશ વાંચી બીજો નંબર, ડાભી ડિમ્પલ છગનભાઇ દાઢી સળગી પુસ્તકનો સારાંશ રજૂ કરી ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો હતો. તેમજ ધો. સાતમા પ્રથમ નંબર પરમાર વૈશાલી કમલેશભાઈ મોતીચારો પુસ્તક, બીજો નંબર ડાભી વર્ષા મનસુખભાઇ સ્વામી વિવેકાનંદ પુસ્તક, ત્રીજો નંબર ડાભી દીપિકા જગદીશભાઈ પુસ્તક કાળની કેડીએ, ધોરણ 8માં પ્રથમ નંબર ડાભી વૈશાલી રમેશભાઈ સાચને નહિ આંચ લેખક સુધા મૂર્તિ, બીજો નંબર ડાભી દક્ષા ભરતભાઈ માણસાઈના દિવા લેખક ઝવેરચંદ મેઘાણી, ત્રીજો નંબર પરમાર રાધિકા હંસરાજ સૌરાષ્ટ્રની રસધાર લેખક ઝવેરચંદ મેઘાણી એ વર્ગ કક્ષાએ નંબર પ્રાપ્ત કર્યો હતો.

- text

બાદમાં તેઓ વચ્ચે શાળા કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં 300 માર્કમાંથી 285 માર્ક મેળવી ડાભી વૈશાલી રમેશભાઈએ પ્રથમ નંબર 277 માર્ક સાથે, પરમાર રાધિકા હંસરાજભાઈ બિજો નંબર 252 માર્ક સાથે, કંઝારીયા ક્રિષ્ના મુકેશભાઈએ ત્રિજો નંબર પ્રાપ્ત કરેલ છે. પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર વાચક કલ્સટર કક્ષાએ પોતાનું પ્રેઝન્ટેશન કરવા જશે. દરેક ધોરણમાં પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરનાર વાચકોને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરાયા હતા. અને મોરબીમાં ચાલતી પુસ્તક પરબની પ્રવૃત્તિને આ તકે યાદ કરવામાં આવેલ હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર શાળા પરિવારે ખુબ જ જહેમત ઉઠાવી હતી.

- text