નાની વાવડીમાં ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા વ્યસનમુકિત અંગે વિવિધ સ્પર્ધા યોજાઈ

- text


મોરબી : આજે તા.૧૧/૦૨/૨૦૨૦ ના રોજ મોરબી તાલુકાના નાની વાવડી ખાતે આવેલી નાની વાવડી કુમાર શાળામાં ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ – મોરબી દ્વારા વિદ્યાર્થીઓમાં જાગૃતતા આવે તે હેતુથી વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ધો. ૬ થી ૮ ના કુલ ૨૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓએ વ્યસનમુકિત અંગે પોતાની આગવી શૈલીમાં આકડાકીય માહિતી, વ્યસનની શારીરિક અસરો, સમાજમાં વ્યસનનું પ્રમાણ વગેરે મુદ્દા સાથે ખુબ જ સરસ વક્તવ્ય આપ્યું હતું. તેમજ નાની વાવડી કન્યા શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ધોરણ ૬ થી ૮ ની કુલ ૨૪ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો જેમાં વિદ્યાર્થીનીઓએ વ્યસન મુક્તિ નાં સંદેશ આપતા ખૂબ જ અદભૂત ચિત્રો દોર્યા હતા. બંને સ્પર્ધામાં પ્રથમ, દ્વિતિય અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ તથા પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

- text

આ ઉપરાંત, શાળામાં ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલના સભ્ય તેહાન શેરસીયા દ્વારા વિદ્યાર્થીઓને તમાકુનાં સેવનથી થતી આડઅસરો, વ્યસનમુક્તિનાં ફાયદા તથા COTPA – 2003 અંગે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમના અંતે બંને શાળાના પ્રિન્સીપાલ દ્વારા વિદ્યાર્થીઓને વ્યસન જીંદગીમાં કયારેય ન કરવા અને પોતાના પરિવારને વ્યસન મુક્ત બનાવવા માટે સુચન કર્યું હતુ અને સ્પર્ધામાં વિજેતા થનાર અને ભાગ લેનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

- text