જયભીમ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પિતા વિહોણી ૧૧ દીકરીઓના સમૂહલગ્ન યોજાયા

- text


કરિયાવરમાં ૧૨૫ ચીજ-વસ્તુ ઉપરાંત ભારતીય સંવિધાન પણ ભેટ અપાયું : વરરાજાઓ સહિત ૧૦૦થી વધુ લોકોએ વ્યસન મુક્તિના શપથ લીધા 

મોરબી : મકનસર ગામ ખાતે સંત શિરોમણી શ્રી રોહિદાસ બાપુની ૬૪૩મી જન્મજયંતી નિમિત્તે જયભીમ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા “આત્મજાનો અવસર ૨૦૨૦” અંતર્ગત પિતા વિહોણી ૧૧ દીકરીઓના સમૂહ લગ્નનું રવિવારે આયોજન કરવામાં આવ્યુ હતું. આ સમૂહ લગ્ન સમારોહમાં વિવિધ દાતાઓએ ૧૨૫થી વધુ જીવન જરૂરી ચીજ-વસ્તુઓની ભેટ કરિયાવર સ્વરૂપે દીકરીઓને આપવામાં આવી હતી.

- text

આ સમૂહ લગ્નમાં આયોજન સમિતિના સભ્યો વરરાજાઓ સહિત ૧૦૦ લોકોએ વ્યસન મુક્તિના શપથ લીધા હતા. સમૂહ લગ્નની બીજી ખાસ વાત એ રહી કે તમામ દાતાઓ અને નવયુગલોને “ભારતીય સંવિધાન” પુસ્તક ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું. સમૂહ લગ્નને સફળ બનાવવા માટે દિલીપભાઈ દલસાનિયા, જયેશભાઇ પરમાર, મુકેશભાઈ પરમાર, દિનેશભાઇ પરમાર, જયંતીભાઈ પરમાર, પ્રકાશભાઈ પરમાર, ગીરીશભાઈ પરમાર, જીતુભાઇ પરમાર, રાકેશભાઈ સાગઠિયા, બીપીનભાઈ સાગઠિયા અને ગિરધરભાઈ પરમાર સાહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text