મોરબી : ઓટો રિક્ષામાં દેશી દારૂની હેરફેર કરતા બે ઝડપાયા

- text


મોરબી : મોરબી સીટી એ.ડીવી.પોલીસે ઓટો રિક્ષામાં દેશી દારૂની હેરફેર કરતા બે શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી સીટી.એ.ડીવી.પો.મથકના પો.સબ.ઇન્સ. વી.કે.ગોંડલીયા, પૉ.હેડ.કોન્સ. નાગદાનભાઈ ગઢવી, પો.કોન્સ. પ્રતાપભાઈ ચાવડા, વાસુદેવભાઈ સોનાગ્રા સહિતનો પોલીસ કાફલો પેટ્રોલિંગમાં હતો. એ દરમ્યાન શક્ત શનાળા ગામના મનોજભાઈ અણદાભાઈ પઢારીયા નામના શખ્સની હદપારીની પ્રપોઝલ અંગે કાર્યવાહી કરવા સંદર્ભે જતા સમયે GJ-01-TE 5241 નંબરની શંકાસ્પદ ઓટો રીક્ષાની તલાશી લેતા તેમાં બેઠેલા બે શખ્સોએ તેના નામ મનોજભાઈ અણદાભાઈ પઢારીયા તથા ઉસ્માન ઉમરભાઈ મુલ્લા રહે.કુલીનગર, શેરી નંબર 1, વીસીપરા જણાવ્યા હતા. રિક્ષાની તલાશી દરમ્યાન 100 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

- text

દેશી દારૂ 100 લીટર કિંમત રૂ. 2000 તથા ઓટો રીક્ષા કિંમત રૂ. 50,000 આમ કુલ મળી રૂ. 52000નો મુદ્દામાલ કબ્જે લઈ પ્રોહીબિશન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મનોજ પઢારિયાની હદપારીના હુકમની બજવણી પ્રોહીબિશનનો કેસ થતા હાલ સ્થગિત કરાઈ છે.

- text