માળીયાના બગસરા ગામે ગેરકાયદે ધમધમતા મીઠાના એકમો સામે કાર્યવાહી કરવાની માંગ

- text


ગ્રામજનોએ મીઠાના એકમો અને ઓવરલોડ મીઠું ભરીને નીકળતા ભારે વાહનો સામે કાર્યવાહી કરવા કલેકટરને રજુઆત કરી

માળીયા : માળીયા મી.ના બગસરા ગામે રણકાંઠાની જમીન ઉપર ગેરકાયદે ધમધમતા મીઠાના એકમો અને ઓવરલોડ મીઠું ભરીને નીકળતા ભારે વાહનો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે સ્થાનિક ગ્રામજનોએ જિલ્લા કલેકટરને રજુઆત કરી છે.

- text

માળીયા મી.ના બગસરા ગામના લોકોએ જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી કે બગસરા ગામે રણકાંઠાની જમીન ઉપર બહારગામની પાર્ટીઓએ ગેરકાયદે કબ્જો જમાવ્યો છે અને બગસરા ગામની રણકાંઠાની જમીન ઉપર અલગ અલગ જગ્યાએ કબ્જો જમાવી ગેરકાયદે મીઠાના એકમો કાર્યરત કરીને મીઠાનું ઉત્પાદન કરે છે. ગેરકાયદે આ જમીન પચાવી પાડી મીઠાના ઢગલા કરીને મીઠાની ખારી રીબ પણ નાખે છે.આ ગેરકાયદે કાર્ય હોય તાકીદે આ અંગે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.આ ઉપરાંત બગસરા ગામે મીઠાના એકમોમાંથી ઓવરલોડ મીઠું ભરીને ભારે વાહનો નીકળે છે. ઓવરલોડ ભારે વાહનોમાંથી રસ્તામાં ઠેરઠેર મીઠું નીચે પડે છે અને રસ્તામાં મીઠાના ઢગલા થાય છે.તેથી આ મીઠાના ઓવરલોડ વાહનોને બંધ કરાવવાની માંગ કરી છે.

- text