બાઇક હડફેટે ઘાયલ થયેલા પીપળી ગામના વૃદ્ધે સારવાર દરમ્યાન દમ તોડ્યો

- text


મોરબી : મોરબી તાલુકાના પીપળી ગામના વૃદ્ધને હળવદ રોડ પર કોઈ અજાણ્યો બાઇક ચાલક ઠોકરે ચડાવી નાસી ગયો હતો. ઇજાગ્રસ્ત વૃદ્ધની મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. એ દરમ્યાન વૃદ્ધનું મોત નિપજતા બી.ડીવી.પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના પીપળી ગામના રહેવાસી કાનજીભાઈ દેવજીભાઈ ઉભળીયા ઉં.વ. 70 નામના વૃદ્ધ ગત તારીખ 2 ફેબ્રુઆરીના રોજ હળવદ રોડ પર આવેલી આઈટીઆઈ પાસેથી રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા બાઇક ચાલકે વૃદ્ધને ઠોકરે ચડાવ્યા હતા. ઇજાગ્રસ્ત હાલતમાં વૃદ્ધ કાનજીભાઈને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં સારવાર કારગત ન નિવડતા સાત તારીખે વહેલી સવારે કાનજીભાઈનું મોત નીપજ્યું હતું. હોસ્પિટલ દ્વારા આ બનાવની જાણ થતાં બી.ડીવી.ના આઈ. ટી.જામે કાગળો કરી અકસ્માત કરી નાસી છૂટનાર બાઇક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તેની શોધખોળ માટે કવાયત હાથ ધરી છે.

- text