મોરબીના ડો. ફેઝાન ઠાસરિયા MBBSની અંતિમ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા

- text


મોરબી : મોરબીના ડૉ. ફેઝાન મહમદખાલિદભાઇ ઠાસરિયા MBBSની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે. પી.ડી.યુ. સરકારી મેડિકલ કૉલેજ- રાજકોટમાં અભ્યાસ કરીને તેઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ડિસેમ્બર 2019માં લેવાયેલ MBBSની ફાઇનલ પરીક્ષામાં ફર્સ્ટ ક્લાસ 62% મેળવી ઉતીર્ણ થઈને સમગ્ર મોરબી મન્સૂરી સમાજ અને ઠાસરિયા પરિવારનું ગૌરવ વધારેલ છે. તેઓ ભવિષ્યમાં M.S. કે M.D. થવા માટે નીટની પરીક્ષામાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી મન્સૂરી પિંજરા સમાજના પૂર્વ પ્રમુખ હાજીઅબ્દુલભાઈ હાજીગનીભાઈ ઠાસરિયા સહિતના આગેવાનોએ શુભેચ્છા પાઠવી છે.

- text