મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં કાલે ગુરૂવારથી ત્રીદિવસીય રમતોત્સવ

- text


મોરબી : મોરબીના સામાકાંઠે કેસરબાગ પાસે આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે આવતીકાલે તા. 6ને ગુરૂવારથી તા. 8ને શનિવાર સુધી સાર્થક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એથ્લેટીક્સમાં 80 મિટર દોડ, 100 મિટર દોડ, 80 મીટર વિઘ્ન દોડ, 100 મીટર વિઘ્ન દોડ, ગોળાફેંક, બરછી ફેંક, ઊંચી કૂદ, રિલે રમતોમાં બોલ રિંગ પસાર રિલે, વસ્તુ બદલ રિલે, ટાર્ગેટ બોલ, શંકુ બેલેન્સ રિલે, કોથળા દોડ, ત્રીપગી દોડ, લિંબુ ચમચી, સ્લો સાયકલ, ડીસ બેલેન્સ તેમજ કબડ્ડી, વોલીબોલ, થ્રો બોલ, રસ્સા ખેંચ જેવી રમતો યોજાશે.

- text