મોરબીમાં હાથમાં છરી લઈ નીકળેલા શખ્સની હથિયારબંધી ધારા હેઠળ અટકાયત

- text


મોરબી : હથિયાર બંધીના જાહેરનામાના ભંગ બદલ મોરબી સીટી એ.ડીવી. પોલીસે એક શખ્સની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબીના કાલિકા પ્લોટમાં આવેલા સતવારા બોર્ડિંગ પાસેથી મ્યાનમાં રાખેલી એકબાજુ ધાર વાળી સ્ટૅનલેસની છરી હાથમાં લઈને નીકળેલા વિજય કાળુભાઇ ગણેશિયા ઉં.વ. 32 રહે. કાલિકા પ્લોટ, સતવારા બોર્ડિંગ સામે વાળાની હથિયારબંધી જાહેરનામાના ભંગ બદલ જી.પી. એક્ટ કલમ 37(1), 135 મુજબ અટકાયત કરી હથિયાર સાથે રાખવાનો ઉદ્દેશ શુ હતો એ જાણવાની તજવીજ આદરી છે. બનાવની વધુ તપાસ મોરબી સીટી.એ.ડીવી.ના UASI એમ.આર. ગામેતી ચલાવી રહ્યા છે.

- text