મોરબી નગરપાલિકા દ્વારા 31 માર્ચ સુધીમાં વ્યવસાય વેરો ભરી દેવા તાકીદ

- text


મોરબી : મોરબી નગરપાલિકાના પ્રમુખ કેતનવિલપરા, ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટ તથા વ્યવસાય વેરા અધિકારી આનંદ દવે દ્વારા તમામ વ્યાપારીઓ, આસામીઓ, પ્રોફેશનલ પ્રેક્ટીસરોને તાકીદની જાણ કરવામાં આવી છે કે તેઓ જે પણ વ્યવસાય કરતા હોય તેનો વ્યવસાય વેરો આગામી તા. 31 માર્ચ, 2020 સુધીમાં ભરી આપવો. તેમજ જેઓએ ઘણા વર્ષથી ભરેલ નથી, તેને એન્ટ્રી અપગ્રેડ કરાવવા જન્મ તારીખ તથા મોબાઈલ નંબર મોરબી નગરપાલિકામાં રૂમ નં. 12માં રૂબરૂ આવી પોતાની એન્ટ્રી ચેક કરાવવી તેમજ વ્યવસાય વેરાની વિગતો મેળવીને પોતાનો વ્યવસાય વેરો ભરી જવા માટે જાણ કરવામાં આવી છે. વર્ષોવર્ષ 18% વ્યાજ ચડતું હોય, તેનાથી બચવા સમયસર વ્યવસાય વેરો ભરી જવા તાકીદ કરવામાં આવે છે.

- text

આ ઉપરાંત, સિનિયર સિટિઝનની ઉમર 65 વર્ષ પૂર્ણ થતી હોય તેને વ્યવસાય વેરો (માલિક) ભારત હોય તો (ભાગીદારી સંસ્થાને નહિ) માફી આપવામાં આવે છે તેમજ સંસ્થા, હોસ્પિટલ, દુકાન વગેરે જગ્યાએ કામ કરતા હોય તો સેલેરી સીટ રજુ કરી અથવા આકારેલ પગારની વિગતો રજુ કરી કર્મચારીનો વ્યવસાય વેરો ભરવાની જાણ મોરબી નગરપાલિકા દ્વારા યાદીમાં કરવામાં આવેલ છે.

- text