ટંકારા : ઓવરબ્રિજ ઉપર ચડીને દારૂના નશામાં યુવાનનો આપઘાતનો પ્રયાસ, જુઓ વીડિયો

- text


ઓવરબ્રિજ ઉપર કામ કરતા મજૂરોએ યુવાનને બચાવીને પોલીસના હવાલે કર્યો

ટંકારા : ટંકારામાં નવા બની રહેલા ઓવરબ્રિજ ઉપર આજે એક યુવાન દારૂના નશામાં ચડીને આપઘાતનો પ્રયાસ કરતા ભારે હોબાળો મચી ગયો હતો. જો કે સદભાગ્યે ઓવરબ્રિજ ઉપર કામ કરતા મજૂરોએ યુવાનને આપઘાત કરતો અટકાવીને તેને પકડીને પોલીસના હવાલે કર્યો હતો. ઓવરબ્રિજ ઉપર યુવાનના દિલધડક રીતે આપઘાતના પ્રયાસે ભારે તમાશો કર્યો હતો.

- text

આ ઘટનાની પ્રાપ્ત થતી વિગતો અનુસાર ટંકારાની લતીપર ચોકડી નવા ઓવરબ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આજે બપોરે 3-30 વાગ્યાની આસપાસ એક પરપ્રાંતીય યુવાન દારૂના નશામાં ઓવરબ્રિજ ઉપર ચડી આવ્યો હતો અને આ યુવાને દારૂના નશામાં જ ઓવરબ્રિજ ઉપરથી રસ્સી વડે ગળેફાંસો ખાવાની કોશિશ કરતા ત્યાં કામ કરતા મજૂરો હતપ્રભ થઈ ગયા હતા અને ભારે શોરબકોર થયો હતો. તેમજ તાત્કાલિક મજૂરોએ યુવાનને પકડી લીધો હતો. તેને આપઘાત કરતા અટકાવીને તેને બચાવી લીધો હતો બાદમાં મજૂરોએ આ યુવાનને પોલીસને હવાલે કરી દીધો હતો. પોલીસે તેની અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જો કે યુવાન દારૂના નશામાં પોતાની જાતને ખતમ કરવાનો પ્રયાસ કર્યા બાદ ત્યાંથી પસાર થતા લોકોએ પણ હાસ્યસ્પદ રીતે મોબાઈલમાં કેદ કરવાની પડાપડી કરી હતી. આ વીડિયો વાયરલ થતા ચકચાર મચી ગઇ છે. એકંદરે આ વીડિયોમાં યુવાને દારૂના નશામા આ નર્યું તુત કર્યું હોવાનું વીડિયોમાં દેખાઈ આવે છે.

- text