ટંકારામાં માહિતી ખાતા દ્વારા ગાંધીજી વિષય પર યોજાયેલ શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું પરિણામ જાહેર

- text


‘‘મારો પ્રયોગ’’ રજૂ કરનાર એલ.ઇ. કોલેજમાં અભ્યાસ કરતાં અભિષેક પરમારને સ્પેશ્યિલ જ્યુરી એવોર્ડ

મોરબી : પૂ. મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા ગાંધીજી વિષયક શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ ચાર કેટેગરીમાં યોજાયેલ શોર્ટ ફિલ્મ સ્પર્ધામાં ૨૦૩ જેટલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પૂ. ગાંધીજીના નિર્વાણદિને શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીની એલ.ઇ. કોલેજ ઓફ એન્જિનીયરીંગ કોલેજમાં અભ્યાસ કરતાં અભિષેક પરમારને ગાંધીજી પર ‘‘મારો પ્રયોગ’’ નામની શોર્ટ ફિલ્મ માટે સ્પેશ્યિલ જ્યુરી એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે.

સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ માટેની કેટેગરીમાં ૫૩ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ કેટેગરીમાં પ્રથમ ક્રમે તેજસ એન. ભાંભર, દ્વિતિય ક્રમે ભાર્ગવ આર. પરમાર અને તૃતીય ક્રમે ચિંતન એન. પંડ્યા વિજેતા થયા છે. આ કેટેગરીમાં સ્મિત એમ. વ્યાસ અને અભિષેક એન.પરમાર (એલ.ઇ. કોલેજ ઓફ એન્જિનીયરીંગ, મોરબી)ને સ્પેશિયલ જ્યુરી એવોર્ડ મળ્યો।છે. જેમાં પચાસ હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે.

- text

સ્પેશિયલ જ્યુરી એવોર્ડની જાહેરાત થતાં અભિષેક એન. પરમારે ટેલિફોનીક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેમણે સોશ્યિલ મીડિયાના માધ્યમથી અમોને આ સ્પર્ધા અંગે માહિતી મળી હતી. હું લેખન કાર્ય તો કરું જ છો તો શોર્ટ ફિલ્મની સ્ક્રિપ્ટ લખીને મિત્રો સાથે ફિલ્મ બનાવીને સ્પર્ધામાં ભાગ લેવાનું વિચાર કર્યો હતો.

એલ.ઇ. કોલેજ ઓફ એન્જિનીયરીંગમાં એમ.ઇ. પાવર ઇલેક્ટ્રોનિક્સના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતાં અભિષેક પરમારે વધુમાં જણાવ્યું હતું કે એક નાનકડા વિચારને મૂર્તીમંત કરવા અમોએ અથાગ મહેનત કરી હતી. આ શોર્ટ ફિલ્મ માટે એવોર્ડની જાહેરાત થતાં અમોને આ પ્રકારની ફિલ્મ બનાવી આગળ વધવાની પ્રેરણા મળી છે. આ ફિલ્મ નિર્માણમાં ડિરેક્ટર તરીકે રવિ ગજ્જર, લેખન કાર્ય રિશીત વસાણી અને અભિષેક પરમાર દ્વારા કામગીરી કરી હતી.

ગાંધીજી-શોર્ટ ફિલ્મ સ્પર્ધાના પ્રથમ ક્રમાંકના વિજેતાઓને રૂા. બે લાખ, દ્વિતિય ક્રમના વિજેતાઓને રૂા. એક લાખ અને તૃતીય ક્રમાંકના વિજેતાઓને રૂા.પચાસ હજારનું ઇનામ આપવામાં આવશે. નજીકના ભવિષ્યમાં જ આ ઇનામો એનાયત કરવાનો સમારોહ યોજાશે.

- text