મોરબીમાં કાલે રવિવારે હિન્દૂ-મુસ્લિમ સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ

- text


મોરબી : ગુજરાત હજ સમિતિના મેમ્બર સૈયદ એહમદ હુશેનમીયાં હાજી સીકંદરમિયાં કાદરી તથા હઝરત બાવા અહમદશાહ ગ્રુપ દ્વારા આવતીકાલે તા. 2 ફેબ્રુઆરીના રોજ મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 22માં હિન્દૂ-મુસ્લિમ સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં અતિથિ વિશેષ તરીકે સૈયદ ઈસ્મતુલ્લાહશાહ કાદરી ઉર્ફે અતા એ રસુલ બાવા, બગથળાના નકલંક ધામના દામજી ભગત, રામધન આશ્રમના ભાવેશ્વરીમાં, સૈયદ હાજી મહંમદફારૃકમિયા કાદરી, સંસદ મોહનભાઇ કુંડારીયા, વિનોદ ચાવડા તેમજ પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

- text