ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ નાબૂદ થવાથી મોરબીના સિરામિક ઉદ્યોગોને ફાયદો : નિલેશ જેતપરિયા

- text


  • મોરબી સિરામિક એસો.એ વર્ષ 2019ના બજેટ વખતે ડીડીટી રદ કરવાની નાણામંત્રીને રજુઆત કરી હતી

  • ઉદ્યોગોને મંદીમાંથી બહાર લાવવા માટેની અપેક્ષા પર પાણી ફરી વળ્યું : ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ જયંતીભાઈ પટેલ 

મોરબી : આજે તા. 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા સંસદમાં ‘સબકા સાથ, સબકા વિકાસ’ સૂત્રને પ્રાધાન્ય આપતું બજેટ રજુ કરવામાં આવ્યું છે. જેમાં ટેક્સ, ઈન્વેસમેન્ટ, રેલવે, ઉદ્યોગો જેવા અનેક ક્ષેત્ર માટે મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. હાલના તબક્કે જયારે દેશમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે અર્થતંત્રને મંદીમાંથી ઉગારવા માટે ઉદ્યોગો માટે મોટી જાહેરાતો કરી છે પરંતુ સીરામીક ઉદ્યોગોને સિધુ પ્રોત્સાહન મળે તેવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું કે મોરબીના મોટાભાગના સિરામિક એકમો પ્રાઇવેટ લિમિટેડ છે. તેઓ પોતાનો કોર્પોરેટ ટેક્સ ભરે છે. અને બાદમા ઈન્વેસ્ટરોને નફાના પૈસા ભરે છે. આ માટે તેઓને ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ ભરવો પડે છે. બે- બે વખત ટેક્સ ભરવાનો આ કાયદો વરસગ 2003થી લાગુ થયો હતો. આ ટેક્સ નાબૂદ કરવાની વર્ષ 2019ના બજેટમાં જોગવાઈ કરવા સિરામિક એસો.એ નાણામંત્રીને રજુઆત કરી હતી. ત્યારે તો આ રજૂઆતને બજેટમાં સમાવવામાં આવી ન હતી. પરંતુ વર્ષ 2020ના બજેટમાં આ રજુઆત સફળ નીવડી છે. બીજી બાજુ નવા ટેક્સ સ્લેબથી નાના ઉદ્યોગકારો અને નોકરિયાત વર્ગને પણ ફાયદો થવાનો છે.

- text

બજેટ 2020 અંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતીભાઈ પટેલે મોરબી અપડેટ સાથે વાતચીત કરતા જણાવ્યું છે કે મોરબીના સીરામીક ઉદ્યોગ કે ઘડિયાળ ઉદ્યોગ માટે કશું ખાસ લાભદાયી નથી. જેના કારણે મોરબીના ઉદ્યોગોને મંદીમાંથી બહાર લાવવા માટેની અપેક્ષા પર પાણી ફરી વળ્યું છે. તેમજ ‘મેક ઈન ઇન્ડિયા’ને મહત્વ આપતી કોઈ જાહેરાત નથી કે જેનાથી થોડા સમયમાં ઉદ્યોગો મંદીમાંથી બહાર આવી શકે. આમ, 2020નું બજેટ મોરબી માટે નિરાશાજનક સાબિત થયું છે.

- text