મોરબીના દેવ પેટ્રોલિયમે નિવૃત આર્મીમેનનું સન્માન કરી ગણતંત્ર દિન ઉજવ્યો

- text


મોરબી : મોરબીની મહેન્દ્ર ચોકડી પાસે આવેલા દેવ પેટ્રોલિયમ દ્વારા દર વર્ષે રાષ્ટ્રીય તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ગઈકાલે 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવા માટે દેવ પેટ્રોલિયમ દ્વારા ભૂતપૂર્વ આર્મીમેનનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ તેઓના વરદ હસ્તે રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત, CAAને સમર્થન આપવામાં આવ્યું હતું. તેમજ દેશ માટે શહિદ થનારાઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ તકે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ગ્રામજનોને દેશભક્તિના નારા લગાવ્યા હતા.

- text