મોરબીના નટરાજ ફાટક પાસે ટ્રેનની હડફેટે ચડી જતા યુવક ઈજાગ્રસ્ત

- text


મોરબી : મોરબીના સામા કાંઠે આવેલ નટરાજ ફાટક પાસે આજે સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ એક યુવક ટ્રેન હડફેટે ચડી જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને પ્રાથમિક સારવાર મોરબીમાં આપ્યા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. હાલમાં બી ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

- text

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર માળિયા-મિંયાણાના સરવડ ગામમાં રહેતા વિપુલભાઇ મગનભાઈ શેરસીયા (ઉ.વ. ૩૭) આજે સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ મોરબીના નટરાજ ફાટક પાસેથી પસાર થતા સમયે ટ્રેનની હડફેટે ચડી ગયા હતા. તેમને તાત્કાલિક સારવાર આપવા માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેમની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યા હતા.

- text