મોરબીની મહેશ હોટેલમાંથી બે બાળમજૂર છોડાવાયા : માલિક- મેનેજર સામે નોંધાતો ગુનો

- text


શ્રમ વિભાગના અધિકારીએ ચેકીંગ હાથ ધરી ધોરણસરની કાર્યવાહી કરી

મોરબી : મોરબીની મહેશ હોટેલમાં શ્રમ વિભાગના અધિકારીએ ઓચિંતું ચેકીંગ હાથ ધર્યું હતું. આ વેળાએ બે બાળ મજૂરો મળી આવતા તેઓને છોડાવવામાં આવ્યા હતા. અને હોટેલના માલિક તેમજ મેનેજર સામે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ પણ નોંધવવામાં આવી છે.

- text

મોરબી જિલ્લામાં સરકારી શ્રમ અધિકારી દ્વારા જુદા જુદા કારખાના સહિતના એકમોમાં બાળ મજૂરી રોકવા અર્થે સમયાંતરે ચેકીંગ હાથ ધરવામાં આવતું હોય છે. જે અંતર્ગત મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ મહેશ હોટલ અને ગેસ્ટ હાઉસમાં પણ શ્રમ અધિકારી દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે આ હોટલની અંદર બે તરૂણો પાસેથી મજૂરી કામ કરાવવામાં આવતું હોવાનું ધ્યાન પર આવ્યું હતું. માટે જિલ્લા શ્રમ અધિકારી કૃણાલ કે. શાહ દ્વારા હોટલના માલિક જયેશભાઇ ભુપતભાઇ ઠાકર (ઉંમર ૪૫) રહે, યદુનંદન પાર્ક નવા બસ સ્ટેન્ડ સામે મોરબી તેમજ આ હોટલના મેનેજર અશરફભાઇ યુનુસભાઇ કાજી રહે તલાવડી વાસ ગઢની રાંગ મોરબીવાળા સામે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવવામાં આવી છે જે સંદર્ભે પોલીસે બન્ને સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text