ટંકારા : વિદેશી દારૂના ગુનામાં ચૌદ વર્ષથી નાસતો આરોપી પકડાયો

- text


ટંકારા : મોરબી પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા ટંકારા પોલીસ સ્ટેશનના વિદેશી દારૂના ગુનામાં ચૌદ વર્ષથી નાસતો ફરતો આરોપી પકડી પાડવામાં આવ્યો હતો.

- text

ગઇકાલે તા. 19 જાન્યુઆરીના રોજ મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમ દ્વારા ટંકારા પોલીસ સ્ટેશનના વિદેશી દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ભેરારામ વિંઝારામ બિશનોઈ/સારન (ઉ.વ. 35, રહે. હાલ અમદાવાદ, ચાંદખેડા, ન્યુ સી.જી. રોડ, આસ્થા પ્રાઈમ એપાર્ટમેન્ટ, મૂળ રહે. હરિયાળી ગામ, સુતારો, ઢાણી, તા. સાચોર, જી. જાલોર, રાજસ્થાન)ને અમદાવાદથી ગાંધીનગર એરપોર્ટ રોડ ઉપર ભાટ ગામ પાસે આવેલ કનોરિયા હોસ્પિટલ પાસેથી ધરપકડ કરવામાં આવેલ છે. આ કાર્યવાહીમાં મોરબી LCB (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) પોલીસ ઇન્સ્પેક્ટર વી. બી. જાડેજા, ASI હીરાભાઈ ચાવડા, પોલીસ હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાન્તભાઈ વામજા સહિતના સ્ટાફ જોડાયેલ હતા.

- text