દિવ્યાંગ સેવા ગ્રુપ દ્વારા મનોદિવ્યાંગ બાળકો માટે પતંગ મહોત્સવ ઉજવાયો

- text


મોરબી : મોરબીમાં “દિવ્યાંગ સેવા ગ્રુપ” દ્રારા આજે પંચાસર રોડ સ્થિત એક વિશાળ છત પર મનોદિવ્યાંગ બાળકો તથા સાથે તેઓના વાલીઓ એ ખુલ્લા આકાશમાં પતંગ ઉડાડી હતી. સાથો સાથ ધીંગામસ્તી કરી આનંદ કિલ્લોલ સાથે ઉત્તરાયણ પર્વ નિમિત્તે ” પતંગ મહોત્સવ ઉજવ્યો” હતો.

- text

લોકોમાં સામાજિક સમાનતા કેળવાય અને દિવ્યાંગ બાળકો પણ તહેવારોનો મર્મ સમજી સાચો આનંદ માણી શકે એ માટે પતંગ, ફીરકી, દોરા વિશે પદ્ધતિસરની તાલીમ આપી પતંગ ઉડાડવાનું કૌશલ્ય શીખવ્યુ હતું. જેનો અનેરો આનંદ મનોદિવ્યાંગોના ચહેરા ઉપર જોવા મળ્યો હતો. આ તકે જય બજરંગ ટ્રેડસના પ્રાગજીભાઈ ચીખલીયા, ઓધવજી બાપા બાળકો સાથે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુગલો વગાડીને વાતાવરણને ઉર્જાપૂર્ણ બનાવનાર બાળકોને પતંગ, ફીરકી, બ્યુગલ, છોટ્ટાભીમના બલૂન ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. બધિર દિવ્યાંગ કૈલાસ તોમર અને ફીઝીકલ દિવ્યાંગો જય પંડ્યા, મયુરભાઈ પઢારીયા, રવિ વાઘેલાએ સરળ વ્યવસ્થા સાથે ઉત્સાહથી પતંગોત્સવને સફળ બનાવવા મનોદિવ્યાંગ બાળકોને પ્રેરણા પુરી પાડી હતી.

- text