મોરબી : યુવા અધ્યાપકએ કેમેસ્ટ્રીમાં પી.એચ.ડી. તથા ડી.લીટની પદવી પ્રાપ્ત કરી

- text


મોરબી : મોરબીના શિક્ષણવિદ્દ તથા કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન ટ્રસ્ટ સંચાલિત એમ. પી. પટેલ એન્ડ સાયન્સ કોલેજ -જોધપુર (નદી)માં પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવતા ડો. અશ્વિન પ્રભુભાઈ બરાસરાએ ‘Studies on B (Beta), B’ (Beta) Dichlorodiethyl Amine Derivatives’ શીર્ષકથી કેમેસ્ટ્રી વિષયમાં સંશોધન કરી તથા આ સંશોધન કાર્યને માન્ય રાખી રાજકોટની આર.કે યુનિવર્સિટી દ્વારા તેઓને પીએચ.ડી.ની પદવી એનાયત કરવામાં આવેલ છે. આ ઉપરાંત, પી.એચ.ડી.ની પદવી મેળવવાની સાથે જ તેઓને શૈક્ષણિક, સામાજિક, સાંસ્કૃતિક તથા સંશોધાત્મક કાર્યને બિરદાવતાં યુનિવર્સિટી ઓફ એશિયા, કાઠમંડુ-નેપાળ દ્વારા ડોક્ટર્સ ઓફ લેટર્સ (ડી.લીટ)ની વિશેષ માનદ ડૉક્ટરેટની પદવી મેળવેલ છે.

- text

જેથી, તેઓએ મોરબી જીલ્લાનું, યુવા સમાજનું, જન્મભૂમિ ખરેડા ગામનું, હાલ ઘુંટુ ગામનું, શૈક્ષણિક સંકુલ – જોધપર (નદી)નું અને આધ્યાપક આલમનું ગૌરવ વધાર્યું છે. આ બંને વિશેષ પદવીનું સન્માન મળવા બદલ ડો. અશ્વિન બરાસરા તેમનું તમામ શ્રેય તેમના માતુશ્રી મધુબેન તથા પિતા પ્રભુભાઈ તેમજ તેમના ધર્મપત્ની ડો. પ્રીતિબેન બરાસરા તેમજ તેમના બહેન રેખાબેન દલસાણીયા તથા શીતલબેન સરડવાને આપે છે. વધુમાં, તેઓએ ઉમેર્યું હતું કે તેઓ ઓરપેટ-અજંતા ગ્રુપના ચેરમેન પ્રવીણભાઈ ભાલોડીયા, કોલેજના ટ્રસ્ટી રજનીભાઇ પટેલ, માર્ગદર્શક લલિતભાઈ રૈયાણી, જે. એ. પટેલ મહિલા કોલેજના આચાર્ય ડો. પી. કે.પટેલ તથા ડી. એમ. કાવર, એમ. એમ. સાયન્સ કોલેજના પ્રોફેસર ડો. ડી. આર. ભાડજા, એમ. એન્ડ એન. વિરાણી સાયન્સ કોલેજના પ્રોફેસર ડો. ડી. એમ. પુરોહિત તથા સંશોધન કાર્યના માર્ગદર્શક પ્રોફેસર ડો. હાર્દિક ભટ્ટનો આભાર વ્યક્ત કર્યો છે.

- text