રવિવારે મોરબી લુહાર જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે

- text


મોરબી લુહાર જ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજનશાળાના 52 વર્ષ પૂર્ણ થતાં ભોજન સમારંભનું પણ આયોજન

મોરબી : શનાળા રોડ સ્થિત લુહાર જ્ઞાતિની વાડીના 52 વર્ષ પૂર્ણ થતાં, ગોલ્ડન જ્યુબિલી વર્ષ પછી વિદ્યાર્થી સન્માન સમારોહ તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

તારીખ 12 જાન્યુઆરીને રવિવારે બપોરે 02:30થી 07:00 સુધી ગાંધી ચોક સ્થિત ટાઉનહોલ, મોરબી ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહની ઉજવણી તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સાથો સાથ લુહાર જ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજનશાળા, સત્યમ પાન વાળી શેરી, શનાળા રોડ, મોરબી ખાતે સાંજે 7:30થી 09:00 વાગ્યા દરમ્યાન જ્ઞાતિજનો સાથે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. આ બન્ને કાર્યક્રમોમાં જ્ઞાતિજનોને હાજર રહેવા આયોજકોએ આમંત્રણ પાઠવ્યું છે.

- text