લાયન્સનગરમાં શાળા પાસે ઉભરાતી ગટરની ગંદકીથી બાળકોના આરોગ્ય પર ખતરો

- text


સામાજિક કાર્યકરે ગટરની સમસ્યા હલ કરવા ચીફ ઓફિસરને રજુઆત કરી

મોરબી : મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલ લાયન્સનગર વિસ્તારની પ્રાથમિક શાળા પાસેથી ગટરની ગંદકી ઉભરાઈ છે.તેથી શાળાના બાળકોને આરોગ્ય પર ગંભીર ખતરો ઉદ્દભવ્યો છે.લાયન્સનગરના મેઈન રોડ ઉપર ગટરની ગંદકી ઉભરાતા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.આથી આ વિસ્તારના સામાજિક કાર્યકરે તેમના વિસ્તારની ગટરની સમસ્યા હલ કરવા પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી છે.

- text

મોરબીના શનાળા બાયપાસ ઉપર આવેલ લાયન્સનગર વિસ્તારના સામાજિક કાર્યકર અબ્દુલભાઇ બુખારીએ તેમના વિસ્તારની ગટરની સમસ્યા અંગે મોરબી પાલિકાના ચીફ ઓફિસરને લેલિતમાં રજુઆત કરી હતી કે ,લાઇન્સનગર વિસ્તારના મેઈન રોડ ઉપર છેલ્લા કેટલાક સમયથી ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે અને આસપાસમાં ગટરના ગંદા પાણી ઉભરાઈ છે.તેથી બેસુમાર ગંદકી ફેલાઈ છે અને ગંદકીથી મચ્છરોનો ત્રાસ અસહ્ય બન્યો છે.જેથી રોગચાળાનું જોખમ રહે છે.લાયન્સનગર મેઈન રોડ ઉપર પ્રાથમિક શાળા આવેલી હોય અને અહીંયા ગટરની ગંદકી ઉભરાતી હોવાથી શાળાના બાળકોને આરોગ્ય પર ગંભીર ખતરો ઉદ્દભવ્યો છે.લાયન્સનગર મેઈન રોડ ઉપર પ્રાથીમક શાળા ઉપરાંત આંગણવાડી,પીજીવીએલની કચેરી, અનેક સોસાયટીઓ આવેલી છે.તેથી લાઇન્સનગર મેઈન રોડ ઉપર વાહનોનો ભારે ઘસારો રહે છે.પણ અહીં ગટર ઉભરાતી હોવાથી લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકી.પડે છે અને ગટરની ગંદકીથી રોગચાળાનું જોખમ રહે છે.તેથી તેમણે આ ગટરની ગંભીર સમસ્યા ઉકેલવાની પાલિકા તંત્રને રજુઆત કરીને આ અંગે યોગ્ય પગલાં ભરવાની માંગ કરી છે.

- text