મોરબી સીટી એ ડિવિઝન મહિલા પોલીસનો ગિરનાર આરોહણ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક

- text


મોરબી : રાજ્ય સ્પોર્ટ્સ વિભાગ તથા જૂનાગઢ મહાનગર દ્વારા આયોજિત ગિરનાર આરોહણ સ્પર્ધામાં મોરબી સીટી એ ડિવિઝન મહિલા પોલીસે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી વિજેતા બન્યા છે.

જૂનાગઢ ખાતે રાજ્ય સ્પોર્ટ્સ વિભાગ તથા જૂનાગઢ મહાનગર દ્વારા આયોજિત ગિરનાર આરોહણ સ્પર્ધાનું આયોજન થયેલ હતું. જેમાં મોરબી જિલ્લામાં એ ડિવિઝન મહિલા પોલીસ ખાતે ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ ભુમિકાબેન દુર્લબજીભાઈ ભુતએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં તેઓએ 38.16 મિનિટમાં પૂર્ણ કરી પ્રથમ ક્રમાંક મેળવી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન તથા મોરબી જિલ્લા પોલીસનું ગૌરવ વધારેલ છે.

- text

આ ઉપરાંત, તેઓ સતત ત્રીજી વખત રાજ્ય કક્ષાએ તથા બે વખત તેઓએ આંતર રાજ્ય કક્ષાએ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવેલ હતો. તેમજ રાજકોટ રોટરી ક્લબ તથા મહા નગરપાલિકા દ્વારા આયોજિત 10 કીમી મહિલા મેરેથોન સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવેલ હતો. તેમજ ખેલ મહાકુંભ તથા ડી.જી. કપ દ્વારા આયોજિત 1500 મીટર તથા 800 મીટર રનિંગ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવેલ હતો. આમ, તેઓએ સતત મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન તથા મોરબી જિલ્લા પોલીસનું ગૌરવ વધારેલ છે.

- text