મોરબી : પરાબજાર પાસેની એસબીઆઈ બેક શાખા સાથે રૂ.7.61 લાખની ઓનલાઈન ફ્રોડ

- text


ગ્રાહકોએ એટીએમમાંથી સિફત પૂર્વક પૈસા ઉપાડી લીધા હોવા છતાં પૈસા ન મળ્યા હોવાનું જણાવીને છેતરપીંડી કરી હોવાની બેંક મેનેજરે ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબી શહેરમાં પરાબજાર પાસે આવેલી એસબીઆઈ બેક શાખા સાથે રૂ.7.61 લાખની ઓનલાઈન ઠગાઈ થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે.જેમાં ગ્રાહકોએ એટીએમમાંથી સિફત પૂર્વક પૈસા ઉપાડી લીધા હોવા છતાં પૈસા ઉપડાયા જ ન હોવાનું જણાવીને છેતરપીંડી કરી હોવાની બેક મેનેજરે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

- text

આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબીના પરાબજાર પાસે આવેલ એસબીઆઈ બેકના મેનજર પરમ વેકટ શ્રીરામક્રુષ્ણનએ મોરબી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, અગાઉ જુદીજુદી બેકના ગ્રાહકોએ તેમની એસબીઆઈ બેક શાખાના એટીએમમાંથીમાંથી નાણાં ઉપાડી લીધા હતા.પણ આ ગ્રાહકોએ એટીએમમાંથી નાણાં ઉપાડતી વખતે ઓનલાઈન સુવિધાનો દુરુપયોગ કર્યો હતો અને ચતુરાઈ પૂર્વક એટીએમમાંથી નાણાં ઉપાડી લીધા હતા.આ રીતે નાણાં ઉપડાતા એટીએમ મશીનમાં પણ ઝીરો ટ્રાન્જેકશન દેખાડ્યો હતું.આ ગ્રાહકોને નવી કરબત મુજબ ઓનાઇન રીતે નાણાં ઉપાડી લીધા બાદ ફરિયાદીને તેમની એસબીઆઈ શાખાના એટીએમમાંથી પૈસા ન ઉપડ્યા હોવાનું જણાવીને બીજી વખત એટીએમમાંથી નાણા ઉપાડી લીધા હતા.આ રીતે 19 ગ્રાહકો તેમની બેકના એટીએમમાંથી રૂ.7.61 લાખ બીજી વખત ઉપાડીને છેતરપીંડી કરી હતી.આ બનાવની પરાબજારની એસબીઆઈ બેક શાખાના મેનેજરે ફરિયાદ નોંધાવી છે.આ અંગે એ ડિવિઝન પીઆઇ આર જે ચૌધરીએ જણાવ્યું હતું કે, આ ઓનલાઈન ચિટીંગની ગઈકાલે શનિવારે ફરિયાદ નોંધાઇ છે અને આ બનાવની સઘન તપાસ ચાલી રહી છે.જોકે મોરબીમાં એટીએમ ફ્રોડના બનાવો ચિંતાજનક હદે વધી રહ્યા છે.ભેજાબાજો નવી ટેક્નિકથી એટીએમ ફ્રોડના બનાવને અંજામ આપી રહ્યા છે.ત્યારે સાઇબર ક્રાઇમની ટીમ આવા બનાવો ન બને તે માટે સઘન પ્રયાસો હાથ ધરે તે જરૂરી છે.

- text