મોરબી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સંચાલકોનું સ્નેહમિલન યોજાયું

- text


શિક્ષકોની જૂની માંગણીઓ સંતોષાય નહી ત્યાં સુધી કોઈ પણ સ્કૂલે શિક્ષકોની ઓનલાઈન હાજરી પુરવી નહી તેવી હાકલ કરાઈ

મોરબી : 4 જાન્યુઆરી 2020ને શનિવારના રોજ પટેલ સમાજ વાડી – શનાળા ખાતે મોરબી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સંચાલકોનું સ્નેહમિલન યોજાયું હતું. આ સ્નેહમીલનમાં અતિથિ વિશેષ ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખશ્રી ભરતભાઈ ગાજીપરા સાહેબ તથા સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખશ્રી જતીનભાઈ ભરાડ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં અતિથિ વિશેષશ્રી ભરતભાઇ ગાજીપરા તથા જતીનભાઈ ભરાડ સાહેબે સંચાલકોને મજબૂત સંગઠન અંગે સંબોધન કર્યું હતું તેમજ શિક્ષણ વિભાગ દ્વારા આપણી જૂની માંગણીઓ સંતોષાય નહી ત્યાં સુધી કોઈ પણ સ્કૂલે શિક્ષકોની ઓનલાઈન હાજરી પુરવી નહી એવુ જણાવ્યુ જે નિણઁય સાથે મોરબી જિલ્લાના તમામ સંચાલકોએ હાજરી નહી પુરવાની સહમતી આપી હતી. આ સાથે મોરબી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખશ્રી મનોજભાઈ ઓગણજાએ તેમના વક્તવ્યમાં આગામી સમયમાં શિક્ષણમાં આવતા ફેરફારો અને નવી શિક્ષણ નીતિ અંગે ખૂબ જ અગત્યની વાત કરી હતી તથા ઉપપ્રમુખશ્રી નિલેશભાઈ કુંડારીયા દ્વારા ગુજરાત માધ્યમિક શિક્ષણબોર્ડ ની ચૂંટણી અંગે તથા FRC અંગે વાત કરી હતી. જયેશભાઈ ગામી એ બાળ વિકાસની રજુઆત કરી હતી . અંતમાં મહામંત્રીશ્રી નરેશભાઈ સાણજા દ્વારા શાળા સંચાલકોના વર્તમાન ફેરફાર અંગેના પ્રશ્નો અંગેના નિરાકરણ માટે પ્રશ્નોત્તરી યોજી હતી. જે પ્રશ્નોના સચોટ નિરાકરણ માટે નરેશભાઈ સાણજા દ્વારા પ્રશ્નોના ઉકેલ આપવામાં આવ્યા હતા.

- text

ખજાનચી પ઼કાશભાઈ વરમોરા એ મંડળ ના વાષિઁક હિસાબ રજુ કયોઁ હતો. આ કાયઁક઼મમા યોગેશભાઈ ઘેટીયાએ ઉદઘોષકની સરસ કામગીરી બજાવી હતી. આ સંપૂણઁ કાયઁક઼મને સફળ બનાવવા માટે મંડળના ઉપપ઼મુખ બળદેવભાઈ અને લલીતભાઈ કાનાણીએ ભારે જહેમત ઉઠાવી હતી.આ સ્નેહમિલન પૂર્ણ થયે “અન્ન ભેગા તેમના મન ભેગા” અંગેની યુક્તિને યથાર્થ કરવા સંગમ રિસોર્ટમાં સ્વરૂચી ભોજન લીધું હતું. આ સ્નેહમીલન કાયઁક઼મમા સમગ઼ મોરબી જિલ્લાની પ્રાઈવેટ શાળાના બધા સંચાલકો એ હાજરી આપી હતી. ખરેખર સંચાલકો માટે આ ખૂબ જ અગત્યનો કાર્યક્રમ નિવડયો હતો તે અંગેની માહિતી નરેશભાઈ સાણજા દ્વારા આપવામાં આવી હતી

- text