મોરબી જિલ્લામાં CAA ના સમર્થનમાં ભાજપ દ્વારા જનસંપર્ક અભિયાન યોજાયું

- text


પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમુતિયાની આગેવાનીમાં મોરબી તથા માળીયા તાલુકામાં અને જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાની આગેવાની ટંકારા તાલુકામાં લોકોને નાગરિકતા કાયદા અને સકારાત્મક જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો

મોરબી : કેન્દ્ર સરકાર દ્વારા મંજુર થયેલા નાગરિકતા કાયદો સમગ્ર રાષ્ટ્ના હિતમાં હોવાનું અને આ કાયદાનો કેટલાક તત્વો ખોટો વિરોધ કરીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા હોય લોકો ગેરમાર્ગે ન દોરાઈ તે માટે જનજાગૃતિ લાવવાના હેતુસર ભાજપ દ્વારા જન સર્પક અભિયાન હાથ ધરાયુ છે.ત્યારે મોરબી જિલ્લામાં CAA ના સમર્થનમાં ભાજપ દ્વારા જનસંપર્ક અભિયાન યોજાયું હતું.જેમાંપૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની આગેવાની હેઠળ મોરબી અને માળીયા તાલુકામાં અને જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાની આગેવાની હેઠળ ટંકારા તાલુકામાં લોકોને નાગરિકતા કાયદા અને સકારાત્મક જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો.

મોરબી વિધાનસભા વિસ્તારના લોકોને નાગરિકતા કાયદાની સાચી માહિતી આપવાના હેતુસર અને નાગરિકતા સંશોધન અધિનિયમ-2019 જેવો ક્રાંતિકારી કાયદો બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તથા ગૃહમંત્રી અમિતભાઈ શાહને અભિનંદન આપવા તથા મજબૂત સમર્થન આપવા માટે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની આગેવાનીમાં માળીયા તાલુકામાં જનસંપર્ક અભિયાન હાથ ધરાયુ હતું.જેમાં આજે 5.જાન્યુઆરીને રવિવારે સવારે માળીયાના વેણાસર , ચાંચાવદરડા , બપોરે ક્રિષ્નાનગર , મોટા દહીંસરા ,મોરબીના વાઘપર ,ભરતનગર અને રાત્રે ગૃપ મિટિંગ વૉર્ડ નં. 10માં યોજાઈ હતી.તેમજ CAA અધિનિયમના સમર્થન હેતુ તદઉપરાંત CAA ના સંપૂર્ણ માહિતીના હેતુ માળીયા તાલુકાના વેણાસર ગામેં પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા ભાજપ અગ્રણી પ્રદીપભાઈ વાળા સહિતના ભાજપના આગેવાનો સાથેની મિટિંગ તેમજ લોકોના ઘરે મુલાકાત કરીને CAA પત્રિકાઓનું વિતરણ કર્યું હતું.

કેન્દ્ર દ્વારા દ્વારા રજૂ કરાયેલા નાગરિકતા કાયદાને લઈને ઘણી જગ્યાએ વિરોધનો વંટોળ જાગ્યો છે.ત્યારે આ નાગરિકતા કાયદો સમગ્ર રાષ્ટ્ના હિતમાં જ હોવાનું અને ખોટો વિરોધ ઉભો કરીને લોકોને ગેરમાર્ગે દોરીને ખોટી આરાજકતા ઉભી કરવામાં આવી હોય તે અંગે જનજાગૃતિ લાવવા માટે ભાજપ દ્વારા જન સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.જેમાં નાગરિક સંશોધન કાયદા-જન જાગરણ અભિયાન સંદર્ભે આજે તા.5-01-2020 ના રોજ પ્રદેશભરમાં વ્યાપક જન સંપર્ક અભિયાન ચાલી રહ્યું હોય તે સંદભે આજરોજ ટંકારા તાલુકામાં જબલપુર, હરબટિયાળી તેમજ ટંકારામાં મોરબી જીલ્લા ભાજપ પ્રમુખશ્રી રાઘવજીભાઇ ગડારાની અધ્યક્ષતામાં ત્રણેય ગામોમાં જન સંપર્ક અભિયાન યોજાયું હતું અને નાગરિકતા કાયદાના સમર્થનમાં લોકોને જાગૃત કરવાનો સુંદર પ્રયાસ હાથ ધરાયો હતો.

- text

- text