મોરબી : સ્વામિનારાયણ ગુરુકુળમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટીવેશનલ સેમિનાર યોજાયો

- text


બોર્ડની પરીક્ષા અંગે વિદ્યાર્થીઓના મુંઝવતા પ્રશ્નોનું નિષ્ણાતોએ સચોટ માર્ગદર્શન આપ્યું

મોરબી : ધો.10, 12 ની બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે. ત્યારે બોર્ડની પરીક્ષાની તૈયારીઓ કેવી રીતે કરવી અને કેવી રીતે સફળતા મેળવી શકાય તે અંગેના પ્રશ્નો વિદ્યાર્થીઓ મુંઝવતા હોય છે.આથી મોરબીના સ્વામિનારાયણ ગુરુકુળમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટીવેશનલ સેમિનાર યોજાયો હતો.જેમાં નિષ્ણાતોએ બોર્ડના પરિક્ષાર્થીઓના મુંઝવતા પ્રશ્નો અંગે સચોટ માર્ગદર્શન આપ્યું હતું.

બોર્ડની પરીક્ષા એટલે મોટા ભાગના વિદ્યાર્થીઓ અને વાલીઓના માનસમાં મસમોટા પ્રશ્નો સતાવતા હોય છે, કે કઈ રીતે બોર્ડના પેપર સારા જાય અથવા તો કઈ રીતે સારા ટકા મેળવી શકાય તેના માટે માત્ર વાંચન લેખન જરૂરી નથી પણ પાયારૂપ જેની જરૂર છે તે આત્મવિશ્વાસ છે. કહેવાય છે ને કે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે કરેલા કામમાં જીત નિશ્ચિત જ હોય છે. આમ આ વિદ્યાર્થીઓ મનથી મજબૂત થાય તે હેતુથી મોરબીના સ્વામિનારાયણ ગુરુકુળમાં બોર્ડની પરીક્ષાના વિધાર્થીઓ માટે મોટિવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાતના ખ્યાતનામ મોટીવેશનલ ટ્રેનર શ્રી કુલદીપ જેઠલોજાએ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની કઈ રીતે તૈયારી કરવી તથા આત્મવિશ્વાસ સાથે વાંચન કરી પરીક્ષા આપવા અંગે વિદ્યાર્થીઓને કટિબદ્ધ કર્યા હતા . આ સાથે નિષ્ફળતા વચ્ચે પણ હિંમત હાર્યા વગર ભારે આત્મવિશ્વાસથી સફળતા મેળવવા અથાક પ્રયાસો કરનાર દુનિયાના સફળ લોકોની સંઘર્ષ ગાથા સંભળાવીને વિધાર્થીઓને આત્મવિશ્વાસ કેળવવા માટે પ્રેરિત કર્યા હતા.તેમજ વધુમાં કુલદીપ જેઠલોજાએ જણાવ્યું કે પરીક્ષા આપીને આવેલું રિઝલ્ટએ બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ છે લાઈફનું નથી, માટે જે પણ કોઈ રિઝલ્ટ આવે તેના માટે ક્યારેય નાસીપાસ ન થઈ નિષ્ફળતાનો સામનો કરવો જોઈએ.વિદ્યાર્થીઓ માટે આ સેસન ખૂબ જ મહત્વનું હતું. વિદ્યાર્થીઓમાં જાણે ચર્જિગ થઈ ગયું હોય તેવું જોવા મળ્યું. આ સાથે વિદ્યાર્થીઓને મોટીવેટ કરવા માટે હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા તે બદલ પરમ પૂજ્ય જ્ઞાનજીવન સ્વામી અને પ્રિન્સિપાલશ્રી અલ્પેશભાઈ ચારોલાએ અંતમાં કુલદીપભાઈ જેઠલોજાનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text