નાનાભેલા ગામનું 5મી જાન્યુઆરીએ સ્નેહ મિલન યોજાશે

- text


માળીયા મિંયાણા : નાનભેલા ગામ જે આ તાલુકા માં શિક્ષણ એને પ્રાકૃતિક વાતાવરણ માં આગવું સ્થાન ધરાવે છે આ ગામને મોરનાં (રાષ્ટ્ર પક્ષી મોર) ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે અહી શરૂઆત ના સમય થી શિક્ષણ નું પ્રમાણ વધુ હોવાથી સરકારી નોકરી અને ઉધિયોગ નાં કારણે ગામના મોટાભાગના લોકો અલગ અલગ શહેરો માં સ્થાય થયા છે જે પોતાની જન્મ ભૂમિ અને ગામના લોકો ની નજીક રહી શકે અને ગામની તમામ જ્ઞાતિ જાતિ ના લોકો પોતાની એકતા બનાવી રાખે તેવા ઉદ્દેશ થી દરવર્ષે સ્નેહ મિલન નું ગામલોકો દ્વારા આયોજન કરવામાં આવે છે આ વર્ષે મોરબી ખાતે રોકડીયા હનુમાન મંદિરે તારિખ ૫/૧/૨૦૨૦ નાં રોજ સવારે ૯:૦૦ કલાકે અને સમુહ ભોજન તથા ફોજ માંથી નિવૃત્ત થતા યુવાન નું સન્માન સહિત નાં કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે તેવું ગામ અગ્રણી લક્ષ્મણ ભાઈ ભગવાનજીભાઈ કાવરની એક અખબાર યાદી માં જાણવામાં આવ્યું હતું.

 

 

- text