વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના છાત્રોએ ગરીબ બાળકોના સાન્તા ક્લોઝ બની નાતાલ ઉજવી

- text


મોરબી : વિશ્વભરમાં ૨૫ ડિસેમ્બરના રોજ નાતાલની ધામ-ધૂમથી ઉજવણી કરવામાં આવે છે. નાતાલના દિવસે બાળકો ભેટ મેળવવા માટે ‘Santa Claus’ની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે ત્યારે વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ અને ડોલ્સ એન્ડ ડ્યુડસ ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલના છાત્રો દ્વારા નાતાલની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી. જેમાં દરેક છાત્રોએ ભેટ લેવાને બદલે ગરીબ બાળકો અને તેના પરીવારને ઘરેથી કપડા, રમકડા, ગરમ શાલ અને નાસ્તો વગેરે વસ્તુઓ એકઠી કરી, પોતે ‘Santa Claus’ બનીને ગરીબ છાત્રોને જરૂરિયાતની ચીજ-વસ્તુઓની વહેચણી કર ને “જોય ઓફ ગિવિંગ”નો આનંદ લીધો હતો.વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ અને ડોલ્સ એન્ડ ડ્યુડસ ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલના છાત્રોએ મોરબીના અલગ-અલગ ગરીબ વિસ્તાર જેવા કે કેનાલ રોડ, રવાપર-ધુનડા રોડ, પાડા-પુલ નીચે જેવા વિસ્તારમાં જઈને વસ્તુની વહેચણી કરી હતી. વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના ‘જોય ઓફ ગિવિંગ’ કાર્યક્રમમાં વિધાર્થીઓ અને તેમના પરિવારએ મોટો ફાળો આપ્યો હતો અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં સ્કૂલના ટ્રસ્ટી, આચાર્ય તથા સ્ટાફમિત્રો હાજર રહ્યા હતા.

- text