મોરબી : વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત ડી. સી. મહેતા ટ્રસ્ટ દ્વારા મેગા કેમ્પ યોજાયો

- text


મોરબી : મોરબીમાં વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત ડી. સી. મહેતા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા રાજકોટ તથા મોરબીના સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરો દ્વારા સારવાર માટે ગત તા. 22 ડિસેમ્બરને રવિવારના રોજ 9 કલાકે શરૂ થયેલો કોરોના રેમીડીઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 700થી વધુ દર્દીઓએ ભાગ લીધો લાભ લીધો હતો.કેમ્પમાં આધુનિક મશીનો દ્વારા કેલ્શિયમ ચેકઅપ, HbA1C મશીન દ્વારા એવરેજ ત્રણ માસનું ડાયાબિટીસ ચેકઅપ તેમજ બાયોથીસીઓ મીટર દ્વારા ફ્રી ચકાસણી અને થાઈરોઈડ ચેકઅપ ફ્રી ઑફમાં કરી અને અન્ય ચેકઅપ કરી જરૂરિયાત મુજબની દવાઓ પણ ફ્રી ઓફ આપવામાં આવેલ હતી. આ કેમ્પમાં ડો. અંકિત ગણાત્રા ડોક્ટર, ડો. હર્ષ દુગિયા, ડો. સુકાલીન મેરજા તેમજ કોરોના કંપનીના મોરબી ખાતેના માર્કેટિંગ મેનેજર અમીત મહેતા અને તેમની ટીમે સેવાઓ આપી હતી. આ કેમ્પ રાત્રીના ૮ કલાકે પૂર્ણ થયેલ હતો. કેમ્પ દરમિયાન દર્દીઓને તમામ સવલતો પૂર્ણ કરાયેલ હતી. આ માટે જ્ઞાતિના તમામ કારોબારી સભ્યો અને ડિસ્પેન્સરીના ટ્રસ્ટીઓ સતત હાજર રહેલ તેવું સંસ્થાના મહામંત્રી ભાવેશ દોશી અને પ્રમુખ ભાવેશભાઈ શાહની યાદીમાં યાદીમાં જણાવવામાં આવે છે.

- text