મોરબી : અકસ્માત બાદ કોમામાં સરી પડેલા કેરાળી ગામના પોલીસ જવાનનું નિધન

- text


પોલીસ જવાનને ગાર્ડ ઓફ ઓનર અપાયું : બે દીકરીઓએ માતા બાદ પિતાની પણ છત્રછાયા ગુમાવી

મોરબી : મોરબી જીલ્લાના કેરાળી ગામના પોલીસ જવાન વસંતભાઇ મિયાત્રા અકસ્માતના લીધે કોમામાં સરી પડયા બાદ તેમનું નીંધન થયું છે. તેઓ કોમામાં હતા તે દરમિયાન તેમની પત્નીનું પણ નીંધન થયું હોય તેમની ૨ પુત્રીઓએ માતા અને પિતા બન્નેની છત્રછાયા ગુમાવી છે.

- text

મળતી માહિતી પ્રમાણે પોલીસમેન વસંતભાઇ મિયાત્રા ચાર-પાંચ વર્ષ પહેલા દારૂ પકડવા જતા બુટલેગરોએ તેમના પર કાર ચડાવી દીધી હતી. અને ગંભીર ઈજા થતા તેમને સારવારમાં ખસેડાયા હતા. અને તેઓ કોમાંમાં સરી પડ્યા હતા. તેઓ અત્યાર સુધી જીંદગી અને મોત વચ્ચે લડતા હતા અને ગઇકાલે સવારે તેઓનુ મોત નીપજ્યુ હતુ. પોલીસ જવાન વસંતભાઇ મિયાત્રાના પત્નીનું પણ બે – ત્રણ મહિના પહેલા અવસાન થયુ હતુ.
વસંતભાઇ અને તેમના પત્નીના અવસાનથી તેમની બે પુત્રીઓ માતા-પિતા વગર નોંધારી થઇ ગઇ છે. વસંતભાઇનો પાર્થિવદેહ કાલે પંચમહાભૂતમાં વિલીન થયો છે. તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ હતુ.

- text