મોરબી : માવઠાથી પાકોને થયેલ નુકશાનીના વળતર માટે ૩૧ ડિસેમ્બર સુધી અરજી કરી શકાશે

- text


રાજ્ય સરકારે જાહેર કરેલા રૂ. 3795 કરોડના કૃષિ સહાય પેકેજમાંથી આવતીકાલથી નાણાની ચુકવણી શરૂ

મોરબી :.રાજયમાં અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદથી મોરબી જિલ્લાના તમામ ખેડૂતોને ખેતીપાકોને થયેલ નુકશાનીના વળતર માટે સરકાર તરફથી જાહેર કરેલ કૃષિ સહાય પેકેજમાં જે તે ગામે ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર(VCE) મારફત ઓનલાઈન અરજી તારીખ 31/12/2019 સુધીમાં કરવાની છે જેથી બાકી રહેલ તમામ ખેડૂતોએ ઉક્ત તારીખ સુધીમાં અરજી કરી દેવા જણાવાયું છે.

- text

આ ઉપરાંત ખેડૂતો તરફથી થયેલ અરજીમાં ઘણા ખેડૂત મિત્રોએ અરજી ફોર્મ, કબૂલાતનામા અને સંમતિપત્રકમાં સહીઓ કરી આપેલ નથી અને સાથે સાથે ઘણા ખેડૂત મિત્રોએ ચાલુ વર્ષના પાકનો વાવેતર વિસ્તાર દર્શાવતો સાત-બાર કે તલાટીનો વાવેતરનો દાખલો સામેલ કરેલ નથી જેથી આ ખેડૂતોએ આ બાબતે ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર(VCE) પાસે પૂર્તતા કરાવી જવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે વધુમાં અરજી વિનામૂલ્યે કરી આપવામાં આવે છે જેથી ફક્ત અરજી ઓનલાઇન કરવા માટે કોઈએ ચાર્જ ચુકવવાનો નથી તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી, જીલ્લા પંચાયત મોરબીની યાદીમાં જણાવાયું છે.

- text