ટંકારા : પતિએ કામધંધો કરવાનો ઠપકો આપતા પત્નીએ જીરુમાં છાંટવાની દવા પીધી

- text


ટંકારા : ટંકારા સજ્જનપર ગામે રહેતી પરિણીતાએ જીરુમાં છાંટવાની દવા પી લેતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જેમાં પોલીસે પરિણીતાનું નિવેદન લેતા તેના પતિએ કામધંધો કરવા મામલે ઠપકો આપતા તેણીએ ઝેરી દવા પી લીધી હોવાનું જણાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સારંગીબેન જેતનાભાઇ જીતુભાઇ મેડા ઉ.વ. ૧૯ હાલ રહે. સજનપર બકુલસિંહ કનકસિંહની વાડીએ તા ટંકારા વાળીએ ગત તા ૨૨ ના રોજ સાંજના ૬/૩૦ વાગ્યે સજનપર ગામની સીમમાં આવેલ વાડીએ જીરૂમાં છાંટવાની થોડી દવા પી લેતા તેણીને સારવાર અર્થે મોરબીની હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ બનાવ અંગે ટંકારાના હેઙ.કોન્સ. પી.જે.પરમારે ઝેરી દવા પી લેનાર પરિણીતાનું હોસ્પિટલમાં નિવેદન લેતા પોતે પોતાના નિવેદનમાં જણાવેલ કે તેની સમાજના રીતરિવાજ મુજબ સાતેક મહિના પહેલા લગ્ન થયેલ હતા અને આજથી આશરે દસેક દિવસ પહેલા પોતાના પતિ સાથે સજનપર (ઘુ) ગામે ખેત મજુરી કરવા આવેલ છે. અને તેના પતિએ ઠપકો આપેલ કે તુ વાડીએ કામ કરતી નથી અને જેથી હું બીજા લગ્ન કરી લઇશ તેમ કહેતા લાગી આવતા તા. ૨૨ના રોજ સાંજના સાડા છએક વાગ્યાના વખતે પોતાની રીતે જીરૂમાં છાંટવાની થોડી દવા પી લીધી હોવાનું નિવેદન આપતા પોલીસે નિવેદન નોંધીને તપાસ હાથ ધરી છે.

- text