મોરબીમાં આવતીકાલે ક્રિસમસના પર્વની હરખભેર ઉજવણી

- text


મોરબી : આવતીકાલે ક્રિસમસ છે ત્યારે મોરબીમાં છેલ્લા ઘણા દિવસથી ક્રિસમસ ફીવર જોવા મળી રહ્યો છે હાલમાં ક્રિસમસની ઉજવણીમાં સાંતા ક્લોઝ અવનવી ભેટસોગાદો આપીને આ તહેવારોની ઉજવણી કરતા હોય છે.આથી બાળકોમાં સાંતા ક્લોઝ ખૂબ જ પ્રિય છે.તેથી ક્રિસમસની ઉજવણીમાં સાંતા ક્લોઝના ગેટઅપની ભારે ડિમાન્ડ રહે છે.ત્યારે બહાર રાજ્યોના શ્રમિક લોકો સાંતા ક્લોઝ ગેટઅપની વસ્ત્રોના વેચાણ માટે શહેરના જુદાજુદા વિસ્તારોમાં પડાવ નાખીને રોજીરોટી મેળવી રહ્યા છે. જો કે પહેલાના સમયમાં માણસ જ માણસનો સાંતા ક્લોઝ હતો. પણ આજે એવો સમય આવી ગયો છે કે ખુશીનું પ્રતીક એવા સાંતા ક્લોઝના મુખોટા માત્ર રોડ પર મળે છે કૃત્રિમ શાંતા ક્લોઝ તો મળી જશે પણ સાચી ખુશીઓ ક્યારે મળશે એ પણ મોટો સવાલ છે.

- text