મોરબીના વાવડી ગામ પાસેના ઘુતારીના નાલામાં મસમોટા ગાબડા પડી ગયા!

- text


નાલા પાસે મસમોટા ખાડા પડતા વાહન ચાલકો પર અકસ્માતનો ભય

મોરબી : મોરબીના વાવડી ગામ પાસે આવેલ ધૂતારીના નાલા નજીક મસમોટા ગાબડા પડી ગયા છે. નાલા પાસે પડેલા મસમોટા ખાડા જોખમી બની ગયા છે. તેથી ત્યાંથી અવરજવર કરવામાં વાહન ચાલકો પર જાનનું જોખમ રહે છે. આથી સંબધિત તંત્ર આ ગંભીર બાબતે તાકીદે યોગ્ય કાર્યવાહી કરે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.

- text

મોરબીના વાવડી ચોકડીથી વાવડી ગામ તરફ જવાય છે ત્યાં વાવડી ગામથી મોરબી તરફ આવતા માર્ગ ઉપર આવેલ નાલું ઘુતારી નાલા તરીકે ઓળખાય છે.આ ઘુતારીના નાલા પાસે મસમોટો ખાડો પડી ગયો છે. આ ખાડો વાહન ચાલકો માટે મોતનો કૂવો સાબિત થાય તેવી દહેશત સેવાઇ રહી છે. નાલા પાસે એવડો મોટો ખાડો પડી ગયો છે કે ત્યાંથી માર્ગ પરથી પસાર થતી વખતે વાહન ચાલકોની જરાકે પણ ગફલત થાય તો વાહન સમેત સીધા એ ખાડામાં ખાબકે એમ છે. તેથી વાહન ચાલકો પર અહીં અવરજવર કરતી વખતે જાનનું જોખમ રહે છે.વળી અહીંયા સતત વાહનોની અવરજવર રહે છે. અસહ્ય વાહન ઘસારાને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં તંત્ર જાગે તે જરૂરી છે.

- text