મોરબી : સુખડીયા સમાજ દ્વારા 21મીએ તથા 22મીએ ક્રિકેટ ટુર્નામેન્ટ

- text


મોરબી : મોરબીમાં સુખડીયા સ્પોર્ટ કાઉન્સિલ પ્રેરિત દશા શ્રીમાળી સુખડીયા સમાજ દ્વારા ઓલ ગુજરાતના દશા શ્રીમાળી સુખડીયા સમાજના યુવાઓ માટે ડે એન્ડ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ સુખડીયા પ્રીમિયર લીગનું આયોજન આવતીકાલે તા. 21 અને 22 ડિસેમ્બરના રોજ કરવામાં આવેલ છે. જેમાં કુલ 15 મેચો રમાશે તેમજ 16 ટીમો ભાગ લેશે. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે સુખડીયા સમાજના લોકો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

- text