ટંકારા : સાંથણીની જમીનમાં કૌભાંડના આક્ષેપ સાથે રોષપૂર્ણ રેલી યોજાઈ

- text


સામાજિક કાર્યકરની આગેવાનીમાં રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવાયું : કૌભાંડ કરનાર જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ

ટંકારા : ટંકારા પંથકમાં ગરીબ લોકોને સોંપેલી સાંથણીની જમીનમાં જવાબદાર તંત્રએ રેકર્ડ સાથે ચેડાં કરીને ભુમાફિયાઓને સોંપી દઈને કરોડો રૂપિયાનું જમીન કૌભાંડ કર્યું હોવાના આક્ષેપ સાથે સામાજિક કાર્યકરની આગેવાનીમાં રોષપૂર્ણ રેલી નિકળી હતી. આ રેલી ટંકારના મુખ્યમાર્ગો પર ફરીને મામલતદાર કચેરીએ પહોંચીને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આ કૌભાંડની તટસ્થ તપાસ કરવાની માંગ કરી હતી.તેમ છતાં યોગ્ય કાર્યવાહી ન થાય તો ગાંધીનગર સુધી લડી લડવાની ચીમકી અપાઈ છે. ટંકારા પંથકમાં ગરીબ લોકોને સરકારી તંત્રએ સોંપેલી સાંથણીની જમીનમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયાના આક્ષેપ સાથે ટંકારના સામાજિક કાર્યકર બી.એમ. સોલંકીની આગેવાની હેઠળ ટંકારની લતીપર ચોકડી પાસે ગેઇટ ખાતેથી રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં અસરગ્રસ્ત પછાત વર્ગના લોકો જોડાયા હતા અને સાથણીની જમીનમાં કથિત કૌભાંડના બેનેરો દર્શાવીને દોષીતો સામે કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી હતી. આ રેલી મુખ્યમાર્ગો પર ફરીને ટંકારાની મામલતદાર કચેરીએ પહોંચી હતી અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

- text

આવેદનપત્રમાં સામાજિક કાર્યકરે એવો આક્ષેપ કર્યો હતો કે, જે તે વખતે ગરીબોને સરકાર દ્વારા સાથણીની જમીન આપવામાં આવી હતી. પણ આ સરકારી જમીનને લાગતા વળગતા સરકારી બાબુઓએ મૂળ રેકર્ડમાં ચેડાં કરીને ભુમાફિયાઓને સોંપી દઈને આશરે 1 હજાર કરોડનું કૌભાંડ કર્યું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. તેમણે આ મામલે આરટીઆઈ કરતા આ કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. જેમાં મૂળ માલિકીને સાથણીની જમીન જ ન મળી હોવાનું મામૂલ પડતા તેમને ન્યાય આપવા માટે આ આંદોલન શરૂ કર્યું છે અને હજુ ન્યાય ન મળે તો ગાંધીનગર સુધી લડી લેવાની ચીમકી આપી છે. જો કે મામલદારે આ મામલે તેમની કક્ષાએથી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

- text