મોરબીમાં રવિવારે નિ:શુલ્ક નિદાન સારવાર કેમ્પ

- text


મોરબી : મોરબીમાં વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત મહેતા પરિવાર આયોજિત ડી. સી. મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ટ્રસ્ટ દ્વારા આગામી તા. 22 ડિસેમ્બરના રોજ સવારે 9 કલાકથી ડી. સી. મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી, નવા ડેલા રોડ ખાતે નિ:શુલ્ક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેના માટે ઉપરોક્ત હોસ્પિટલ ખાતે આજે તા. 17થી 20 સુધી સવારે 9થી 12 અને સાંજે 4થી 7 દરમિયાન નામ નોંધાવવાનું રહેશે. આ કેમ્પમાં દર્દીઓની અદ્યતન મશીન દ્વારા ફ્રી તપાસ, ફ્રી લેબોરેટરી ટેસ્ટ તથા નિદાન સારવાર કરી ફ્રીમાં દવા આપવામાં આવશે.

- text