મોરબીમાં યોજાયેલ કેમ્પમાં 2264 બાળકોને વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ટીપા પીવડાવાયા

- text


મોરબી : મોરબીમાં આયુર્વેદિક જીવનશૈલી દ્વારા રવિવારે પુષ્યનક્ષત્રના ઉત્તમ દિવસે વિનામૂલ્યે ૧૩મો સુવર્ણપ્રાશન ટીપા કેમ્પ યોજાયો હતો. જેમાં મોરબી તથા આજુબાજુના ગામના ૨૨૬૪ બાળકોએ લાભ લીધો હતો. એક જ સ્થળ પર વિનામૂલ્યે સૌથી વધુ બાળકોને સુવર્ણપ્રાશન ટીપા પીવડાવી મોરબી સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર પર પહોંચ્યું હતું. ટીપા પીવડાવ્યા બાદ દરેક બાળકોને ગિફ્ટ પણ આપવામાં આવી. લોક જાગૃતિ માટે તુલસીની ઉપયોગીતા દર્શાવતા પોસ્ટર પ્રદશર્નની સાથે લોકોને ઓર્ગેનિક તુલસી વાવવા માટેના માંજર પણ વિનામૂલ્યે આપવામાં આવ્યાં હતા.

- text

આ સેવાકાર્યમાં મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ પોતાનો કિંમતી સમય ફાળવી બાળકોને આ આયુર્વેદિક ટીપા પીવડાવ્યા અને કેમ્પના સ્વયં સેવકોને પ્રોત્સાહન આપ્યું હતું. કેમ્પના આયોજક રાજ પરમારના કહેવા અનુસાર અશોકભાઈ મહેતા, ભરતભાઇ કાનાબાર, હરેશભાઇ શેઠ, યુવા કવિ જલરૂપ, ડેનિશ વાળા, ભુપેન્દ્રભાઈ પરમાર, વિજયભાઈ ડોડીયા, અરૂણાબેન પરમાર, મેઘાબેન મહેતા, પ્રજ્ઞાબેન ડોડીયા, ક્રિષ્નાબેન પરમાર, નિરાલિબેન વાળા, વૈશાલીબેન પરમાર એ સેવા આપી હતી. લાઈવસિટી સીરામીક, અનમોલ સીરામીક, ફ્લેવર ગ્રેનાઈટો, ફ્રીટા સીરામીક, સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ, સોરઠીયા લુહાર મોરબી તથા અન્યના સહયોગથી આ કેમ્પ શક્ય બન્યો છે.

- text