મોરબીના સનહાર્ટ પરિવારના મુખ્ય યજમાન પદે ઊંઝામાં 18મીથી લક્ષચંડી મહાયજ્ઞ યોજાશે

- text


ગોવિંદભાઈ વરમોરા પરિવારે સવા ચાર કરોડ રૂપિયાની ધનરાશીનું દાન કરી લક્ષચંડી મહાયજ્ઞના ભામાશા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું

મોરબી : મા ઉમિયાના ધામમાં યોજાનારા લક્ષચંડી મહાયજ્ઞમાં જોડાવા માટે ગુજરાત સહીત સમગ્ર ભારત અને વિશ્વમાં વસતા પાટીદારો આ પ્રસંગમાં ઉપસ્થિત રહેવા થનગની રહ્યા છે. આ મહોત્સવ માટે ‘ન ભૂતો, ન ભવિષ્યતિ’ જેવું આયોજન કરવામાં આવેલ છે. વિશ્વ વિક્રમ સર્જવા જઈ રહેલા આ લક્ષ ચંડી મહાયજ્ઞમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક દિગગજો ઉપસ્થિત રહેશે ત્યારે આ મહાયજ્ઞમાં મોરબીના સનહાર્ટ ગ્રુપના સ્થાપક ગોવિંદભાઇ મુખ્ય યજમાન પદે સ્થાન ધરાવે છે, તે મોરબીવાસીઓ માટે ગર્વની વાત છે.

મોરબીના સનહાર્ટ ગ્રુપના ફાઉન્ડર ગોવિંદભાઇ વરમોરાના મુખ્ય યજમાનપદે મહેસાણા જિલ્લાના ઊંઝામાં ‘ઉમિયા નગર’ ખાતે પાટીદાર સમાજના કુળદેવી માતા ઉમિયાના સાનિધ્યમાં લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ આવતીકાલે તા. 18 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી યોજવામાં આવેલ છે. આ મહાયજ્ઞમાં કુલ 1100 દૈનિક પાટલા યજમાન અને 108 યજ્ઞકુંડ તેવા આ લક્ષચંડી મહાયજ્ઞના મુખ્ય યજમાનપદનું સ્થાન મોરબીના સનહાર્ટ ગ્રુપના સ્થાપક ગોવિંદભાઇ પટેલનો પરિવાર ધરાવે છે. આ તકે પાટીદાર સમાજના પ્રેમને કારણે યજમાનપદનું સ્થાન પ્રાપ્ત થયું તે બદલ ગોવિંદભાઈએ પાટીદાર સમાજનો આભાર વ્યક્ત કર્યો છે. તેમજ લક્ષચંડી મહાયજ્ઞનો લાભ લેવા માટે મોરબીવાસીઓને આમંત્રણ પાઠવ્યું છે.

- text

ઉલ્લેખનીય છે કે “વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન”ના પ્લેટિનમ ટ્રસ્ટી અને કોર કમિટીના સક્રિય સભ્ય તેમજ મોરબીના અગ્રણી સિરામિક ઉદ્યોગ સનહાર્ટ ગ્રુપ પરિવારના મોભી ગોવિંદભાઈ વરમોરા દ્વારા ઊંઝા લક્ષ્યચંડી મહાયજ્ઞ માટે ઉછામણીમાં રૂ. 4,25,55,551ની બોલી બોલવામાં આવી હતી. જેથી, તેઓ આ યજ્ઞના મુખ્ય યજમાન બન્યા છે.

- text