મોરબીમાં આચરેલ ગુન્હા સબબ રાજકોટના બુટલેગરને પાસા હેઠળ જેલમાં ધકેલાયો

- text


મોરબી : ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક મોરબી ડી.જી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ. એલ.સી.બી. વી.બી.જાડેજાએ મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ઇસ્યુ થયેલ પાસાના વોરંટની બજવણી કરતા રાજકોટના એક બુટલેગરને પાસા હેઠળ જેલ હવાલે કર્યો હતો. અંગ્રેજી દારૂના અસંખ્ય કેસોમાં સંડોવાયેલા ચંદ્રેશ ઉર્ફે કાળીયો જગદીશભાઈ ચાઉ ઉં.વ. 33, રહે. હુડકો ચોકડી, ન્યુ રાધેશ્યામ સોસાયટી, રાજકોટ વાળાને જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબી દ્વારા ઇસ્યુ થયેલા પાસાના વોરંટની બજવણી કરતા એલ.સી.બી. મોરબી દ્વારા ડિટેઇન કરી અમદાવાદની સેન્ટ્રલ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.

- text