મોરબી : જલારામ મંદીર દ્વારા સોમનાથ ત્રિવેણી સંગમમાં બિનવારસી મૃતદેહોના અસ્થિઓનું વિસર્જન કરાશે

- text


મોરબી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદીર દ્વારા બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર હીન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ કરવામા આવે છે. તેમજ તેમના અસ્થિઓનુ સોમનાથ મુકામે ત્રિવેણી સંગમમા સામૂહીક વિસર્જન કરવામા આવે છે. આ ઉપરાંત, જે લોકો પોતાના સ્વજનોના અસ્થિઓનુ વિસર્જન કરી શકવા સક્ષમ ન હોય, તેમના અસ્થિઓનુ વિસર્જન પણ સંસ્થા દ્વારા કરવામા આવે છે.

- text

હીન્દુ ધર્મની પરંપરા મુજબ ગ્રહણ પહેલા દીવંગતોના અસ્થિઓનુ વિસર્જન કરવુ અનિવાર્ય હોય છે. આગામી તા.૨૬ ડિસેમ્બરના રોજ સુર્ય ગ્રહણ હોય, તે પહેલા મોરબી જલારામ મંદીર દ્વારા તા.૨૫ ડિસેમ્બરને બુધવારના રોજ સોમનાથ મુકામે પવિત્ર ત્રિવેણી સંગમમા સામૂહીક અસ્થિ વિસર્જન કરવામા આવશે. તા.૨૪ ડિસેમ્બરને મંગળવારના રોજ મોરબીના તમામ સ્મશાનેથી અસ્થિઓ એકત્રિત કરી વિદ્યુત સ્મશાન ખાતે લઈ જવામા આવશે. જ્યાં શાસ્ત્રોક્ત વિધી સંપન્ન થયા બાદ સંસ્થાના અગ્રણીઓ સોમનાથ જવા રવાના થશે. જે કોઈ વ્યક્તિઓ સ્વજનોના અસ્થિઓ વિસર્જીત કરી શકેલ ન હોય તેમણે આગામી તા. ૨૩ ડિસેમ્બરને સોમવાર સુધીમા લીલાપર રોડ સ્થિત વિદ્યુત સ્મશાન ખાતે જલારામ મંદીરના અસ્થિ કુંભમા પધારવવા અપીલ કરાઈ છે.

આ ઉમદા કાર્યમા સંસ્થાના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, હીતેશ જાની, પોલાભાઈ પટેલ, ચિરાગ રાચ્છ, જયેશભાઈ કંસારા, જે. આઈ. પુજારા, કીશોરભાઈ ઘેલાણી, કીર્તિભાઈ પાવાગઢી, અશોકભાઈ પાવાગઢી, જગદીશભાઈ કોટક, મુકુંદભાઈ મીરાણી, રમેશભાઈ બુધ્ધદેવ, નંદલાલ રાઠોડ, નિર્મિત કક્કડ સહીતના સેવાભાવીઓ જોડાશે.

- text