વિધાનસભામાં મોરબીના વિવિધ પ્રશ્નો ઉઠાવતા બ્રિજેશ મેરજા

- text


મોરબીને મહાપાલિકાનો દરરજો આપવા અંગેના પ્રશ્નના જવાબમાં મોરબીને હાલ મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની કોઈ યોજના ન હોવાનું સરકારે જણાવ્યું

મોરબી : ગુજરાત વિધાનસભાના ચાલુ સત્ર દરમ્યાન મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબી વિસ્તારના વિવિધ પ્રશ્નો સવિસ્તાર ફ્લોર પર રજૂ કર્યા હતા. આ પ્રશ્નો પૈકીના એકના જવાબમાં મુખ્યમંત્રી રૂપાણીએ મોરબી નગરપાલિકાને મહાનગરપાલિકામાં બદલવાની હાલ કોઈ યોજના ન હોવાનું જણાવ્યું હતું.

વિધાનસભાના ચાલુ થયેલા સત્રના પ્રથમ દિવસે જ મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પંથકના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. જે પૈકી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાના પ્રશ્નનો જવાબ આપતા મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે હાલ 6 જેટલા પ્રાદેશિક નગરપાલિકા નિયામક કાર્યરત છે અને નગરપાલિકાનું મોનીટરીંગ તેમના દ્વારા થતું હોય હાલ કોઈ પણ નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર કરવાનું થતું નથી.

- text

અન્ય પ્રશ્નોતરીમાં મેરજાએ મહેસુલ વિભાગના વહીવટી તંત્રમાં મામલતદાર સહિતની કેડરની જગ્યા ખાલી હોવાને કારણે ઝડપી કાર્યવાહી થતી ન હોવાની રજુઆત કરી હતી. વળી ઓનલાઈન ચાલતી કામગીરીમાં ઈન્ટરનેટ ફ્રિકવનસી તેમજ કનેક્ટિવિટીની સમસ્યા તેમજ તેના નિવારણ હેતુની જાણકારી સદનના ધ્યાને મૂકી હતી. આ બાબતે આંકડાકીય તેમજ તલસ્પર્શી માહિતી રજૂ કરતા વિધાનસભા અધ્યક્ષે તેની ખાસ નોંધ લીધી હતી. મોરબીના સીરામીક ઉધોગને મંદીમાંથી ઉગારવા મેરજાએ વ્યવહારુ સૂચન કર્યા હતા. જેમાં વેરા સમાધાન યોજનાની મુદત 3 માસ વધારી આપી સીરામીક ઉધોગને પણ આ યોજનાનો લાભ આપવા ધારદાર રજુઆત કરી હતી. ઉધોગ જગતને રોડ-રસ્તા, પાણી, ટ્રાન્સપોર્ટેશન માટે ટ્રાન્સપોર્ટ નગર જેવી માળખાગત સુવિધા સત્વરે પુરી પાડવા રજુઆત કરી હતી.

- text