ઇન્ડિયા’સ સુપર કિડ્સમાં મોરબીના બાળ મોડેલની એવોર્ડ માટે પસંદગી

- text


મોરબી : સોની ચેનલ પર પ્રસારિત થતી મુંબઈ ખાતે આયોજિત નેશનલ લેવલ કોન્ટેસ્ટ ઇન્ડિયા’સ સુપર કિડ્સમાં મોરબીના રવાપર રોડ પર આવેલ નરસંગ સોસાયટીમાં રહેતા 6 વર્ષના ધ્યાન વિજયભાઈ પરમારની મોડેલિંગ ક્ષેત્રના એવોર્ડ માટે પસંદગી કરવામાં આવેલ છે. આ એવોર્ડ મુંબઈમાં આગામી તા. 21 ડિસેમ્બરના રોજ આપવામાં આવનાર છે. આમ, મોરબીનુ નામ રાષ્ટ્રીય ફલક પર રોશન કરવા માટે ધ્યાનને પરિવારજનો તથા મિત્રવર્તુળ તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

- text