મોરબીમાં ટેકાના ભાવે મગફળી ખરીદવાની પ્રક્રિયા ઝડપી કરવા કૃષિમંત્રીને રજુઆત

- text


માર્કેટિંગ યાર્ડમાં દરરોજ 25થી 30 ખેડૂતોને બોલાવવાની બદલે 100ને બોલાવવાની માંગ

મોરબી : મોરબી માર્કેટયાર્ડમાં વધુ ખેડૂતોને બોલાવી મગફળીની ખરીદી પ્રક્રિયાને ઝડપી કરવાની માંગ ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિના ચેરમેન મગનલાલ વડાવિયાએ રાજ્યના કૃષિ મંત્રી આર. સી. ફળદુને કરી છે.

- text

મોરબી, માળીયા (મી.) અને ટંકારા ત્રણેય તાલુકાની ટેકાના ભાવથી મગફળીની ખરીદી મોરબીના માર્કેટ યાર્ડથી કરવામાં આવે છે. આ ત્રણેય તાલુકામાંથી કુલ 7508 ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલ છે. મગફળીની ખરીદી તા. 18 નવેમ્બરથી શરુ કરવામાં આવેલ છે. અત્યાર સુધીમાં કુલ 327 ખેડૂતોની મગફળીની ખરીદી કરવામાં આવેલ છે. જો આ જ રીતે ધીમી ગતિએ મગફળીની ખરીદી કરવામાં આવે તો ખરીદી લાંબો સમય સુધી ચાલે. ખરીદીમાં ખેડૂતોને મગફળી વહેંચવાનો વારો ના આવતા તેમજ ખેડૂતોને ઘરમાં મગફળી રાખવા માટેની સગવડતા ન હોવાના કારણે તેઓને બજારમાં સસ્તા ભાવે ખરીદીમાં બોલાવવામાં આવે છે. તેના બદલે 100 ખેડૂતોને દરરોજ ખરીદી માટે બોલાવવામાં આવે તો વહેલી તકે ઉકેલ આવે અને ખેડૂતોને સાચા અર્થમાં ટેકાના લાભ મળે, તો આ માટે સત્વરે કાર્યવાહી કરવા ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિના ચેરમેન મગનલાલ વડાવિયાએ રાજ્યના કૃષિ મંત્રી આર. સી. ફળદુને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

- text