મોરબી અપડેટ ઇમ્પેક્ટ : ગ્રીન ચોક પાસે મોટી માધાણી શેરીની તૂટેલી ગટર રીપેર કરાઈ

- text


મોરબી : ગઈકાલે તા. 29 નવેમ્બરના રોજ મોરબી અપડેટમાં ‘મોટા અકસ્માતની રાહમાં ગ્રીન ચોક પાસે આવેલી મોટી માધાણી શેરીની તૂટેલી ગટર’ શીર્ષક સાથે સ્થાનિક લોકોને પરેશાન કરતી ભૂગર્ભ ગટરની સમસ્યાને વાચા આપતો અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેના કારણે નગર પાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું અને મોટી માધાણી શેરીની તૂટેલી ગટર રીપેર કરવામાં આવી હતી.

મોરબીના ગ્રીન ચોક પાસે મોટી માધાણી શેરીની તૂટેલી ગટર રીપેરનું ઢાંકણું ઘણા સમયથી તૂટી ગયું હતું. તેથી, આ ભૂગર્ભ ગટર અર્ધખુલ્લી રહેતી હતી. ગટરની આ હાલત જોતા એવું લાગી રહ્યું હતું કે જાણે ગટર જાણે મોટા અકસ્માતની રાહમાં હોય! ગટર અર્ધખુલ્લી રહેવાના લીધે સ્થાનિકો ગટરમાંથી આવતી દુર્ગંધથી હેરાનગતિ અનુભવતા હતા. આ ઉપરાંત, તૂટેલા ઢાંકણાની આજુબાજુના પેવર બ્લોક તૂટી જવાથી ખાડો પડી ગયો હતો. જેથી, લોકોને રસ્તા પર ચાલવામાં તથા મુશ્કેલી સર્જાતી હતી. તેમજ વાહનચાલકો પર અકસ્માતનું જોખમ રહેતું હતું. આમ, સ્થાનિકો તૂટેલી ગટરના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. છતાં પણ તંત્રની આંખ ખુલતી ના હતી.

- text

ગઈકાલે તા. 29 નવેમ્બરના રોજ મોરબી અપડેટમાં માધાણી શેરીની તૂટેલી ગટર વિષે અહેવાલ પ્રકાશિત કરવામાં આવતા તંત્ર સફાળું જાગી ઉઠ્યું હતું. નગરપાલિકા તંત્રએ તાબડતોડ ગટરનું તૂટેલું ઢાંકણું રીપેર કરી ગટરને બંધ કરી દીધી હતી. તેમજ ગટરની આજુબાજુનો ભાગ પણ રીપેર કર્યો હતો. આમ, સ્થાનિકોની ભૂગર્ભ સમસ્યાનો ઉકેલ આવ્યો હતો. તેમજ ગટરના કારણે વટેમાર્ગુઓ તથા વાહનચાલકો પરથી અકસ્માતનું જોખમ ટળ્યું હતું.

- text